ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

નવી મુંબઈના ન્હાવા શેવા ખાતે DRI દ્વારા રૂ.5.7 કરોડની દાણચોરીની સિગારેટ જપ્ત

  • સિગારેટના ડબ્બાઓને ચતુરાઇથી આમલીથી ભરેલા કાર્ડબોર્ડ બોક્સમાં છુપાવવામાં આવ્યા
  • DRIએ દાણચોરીના આ કાર્ગોમાંથી 33.92 લાખનો સિગારેટનો જથ્થો જપ્ત કર્યો

મુંબઈ, 29 ડિસેમ્બર : મુંબઈમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ને જવાહરલાલ નહેરુ પોર્ટ પર દાણચોરીની સિગારેટથી ભરેલુ 40-ફીટ રેફ્રિજરેટેડ કન્ટેનર પહોંચ્યું હોવાની અને જે ન્હાવા શેવા ખાતેના એક કન્ટેનર ફ્રેઈટ સ્ટેશન (CFS) ખાતે રાખવામાં આવ્યું હોવાની ગુપ્ત માહિતી મળી હતી. જેની સંપૂર્ણ તપાસમાં DRIને જાણવા મળ્યું કે, સિગારેટના ડબ્બાઓને ચતુરાઇથી આમલીથી ભરેલા કાર્ડબોર્ડ બોક્સમાં છુપાવવામાં આવ્યા હતા અને કાર્ડબોર્ડના બોક્સને ખોલવા છતાંય સિગારેટના ડબ્બાઓ દેખાઈ નહીં તે માટે આ સિગારેટના ડબ્બાઓને ચારે બાજુ આમલીથી ઢાંકી દેવામાં આવ્યા હતા. દાણચોરીના કાર્ગોમાં 33.92 લાખનો સિગારેટનો જથ્થો મળી આવ્યો છે. જેની બજાર કિંમત આશરે રૂ. 5.77 કરોડ છે

એજન્સીના અધિકારીઓએ શું જણાવ્યું ?

એજન્સીના અધિકારીઓએ ગુરુવારે માહિતી આપી હતી કે, ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ના અધિકારીઓએ ન્હાવા શેવા ખાતેથી રૂપિયા 5.77 કરોડની કિંમતની દાણચોરીની સિગારેટનો માલ જપ્ત કર્યો છે. સિગારેટના ડબ્બા આમલીના બોક્સની અંદર મૂકવામાં આવ્યા હતા અને ચતુરાઇથી ચારે બાજુ આમલીથી ઢાંકી દેવામાં આવ્યા હતા જેમ કે કાર્ડબોર્ડના બોક્સ ખોલવા પર પણ સિગારેટના કાર્ટનને દેખાઈ રહ્યા ન હતા. આ દાણચોરીની સિગારેટનું 40-ફૂટ રેફ્રિજરેટેડ કન્ટેનર પહેલા જવાહરલાલ નહેરુ પોર્ટ પર પહોંચ્યું હતું અને ત્યારબાદ ન્હાવા શેવા ખાતેના કન્ટેનર ફ્રેઈટ સ્ટેશન (CFS) ખાતે રાખવામાં આવ્યું હતું.

તપાસમાં સિગારેટના ડબ્બાઓ બહાર આવ્યા

કન્ટેનરની સામગ્રીની ઝીણવટભરી તપાસમાં જાણવા મળ્યું કે, “સિગારેટના કાર્ટન આમલીના કાર્ડબોર્ડ બોક્સમાં ચતુરાઇથી છૂપાવવામાં આવ્યા હતા જે શિપિંગ દસ્તાવેજોમાં જાહેર કરાયેલી વસ્તુ છે. દાણચોરી કરાયેલા કાર્ગોમાં આશરે રૂપિયા 5.77 કરોડની બજાર કિંમત સાથે 33,92,000નો સિગારેટનો જથ્થો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે કેસની વધુ તપાસ ચાલુ છે.

આ પણ જુઓ :મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદને ભારત લવાશે? પાકિસ્તાની મીડિયાનો દાવો

Back to top button