‘ડ્રીમ ગર્લ 2’ ફિલ્મનું ગીત ‘ટેલિફોન 2.0’ રિલીઝ : આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડેની ફિલ્મ 25 ઓગસ્ટે રિલીઝ થશે
‘ડ્રીમ ગર્લ 2’ : હાલ ડ્રીમ ગર્લ 2 ફિલ્મ ચર્ચા પર છે. ફિલ્મને લઈને ચાહકો ઉત્સાહિત છે. આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડે સ્ટારર ફિલ્મ ‘ડ્રીમ ગર્લ 2’ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. આ દરમિયાન ફિલ્મનું ગીત ‘ટેલિફોન 2.0′ રિલીઝ થઈ ગયું છે.આ ફિલ્મમાં આયુષ્માન અને અનન્યાની બેસ્ટ કેમેસ્ટ્રી જોવા મળશે.’દિલ કા ટેલિફોન 2.0’ મીટ બ્રધર્સ દ્વારા કમ્પોઝ કરવામાં આવી છે. જ્યારે ગાયિકા જોનીતા ગાંધી અને જુબિન આ ગીતમાં પોતાનો અવાજ આપ્યો છે. રાજ શાંડિલ્યા દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ડ્રીમ ગર્લ 2’ 25 ઓગસ્ટ, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
આ પણ વાંચો : ગદર 2એ રચ્યો ઈતિહાસ, એડવાન્સ બુકિંગમાં 20 લાખ ટિકિટ વેચાઈ
ડ્રીમ ગર્લ 2નું પહેલું ગીત દિલ કા ટેલિફોન 2.0 રિલીઝ
આયુષ્માન ખુરાનાની ફિલ્મ ડ્રીમ ગર્લ 2 તેનું ટ્રેલર રિલીઝ થયા બાદથી જ ચર્ચામાં છે. હવે ગુરુવારે ફિલ્મ ‘દિલ કા ટેલિફોન 2.0’નું પહેલું ગીત રિલીઝ થયું છે, જે પૂજા એટલે કે આયુષ્માન ખુરાનાની મસ્તીથી ભરેલું છે. ગીતમાં અભિનેતાના ઘણા અલગ-અલગ અવતાર જોવા મળી રહ્યા છે.
ડ્રીમ ગર્લના પહેલા ભાગમાં ‘દિલ કા ટેલિફોન’ ગીત પણ દર્શાવવામાં આવ્યું હતું, જે રિલીઝ થતાંની સાથે જ વાયરલ થઈ ગયું હતું. હવે આ ગીતે નવા વર્ઝન સાથે કમબેક કર્યું છે. ‘દિલ કા ટેલિફોન 2.0’ પહેલા કરતા વધુ મજેદાર છે.આ સાથે જ ચાહકો આ ફિલ્મને લઇ ખુબ જ ઉત્સાહિત છે. અને ફિલ્મની આતુરતાથી રાહ પણ જોઈ રહ્યા છે.
આ પણ વાંચો : એક્ટ્રેસ નોરા ફતેહી ફરી એકવાર પોતાના લુકને લઈને હેડલાઈન્સનો હિસ્સો બની