‘જવાન’ની આંધી વચ્ચે પણ ‘ડ્રીમ ગર્લ 2’ની 100 કરોડના ક્લબમાં એન્ટ્રી
- ડ્રીમ ગર્લ 2 આયુષ્માન ખુરાનાની ફિલ્મે ત્રીજું અઠવાડિયું પૂરું કરતાં પહેલાં ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર 100.16 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું છે.
ડ્રીમ ગર્લ 2: આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ડ્રીમ ગર્લ 2‘ કેટલાય દિવસથી 100 કરોડના ક્લબ માટે મહેનત કરી રહી હતી. આ ફિલ્મ માટે પહેલા ગદર 2 અને પછી જવાન અડચણ બની હતી. આ બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર એવું તોફાન મચાવ્યું કે, ડ્રીમ ગર્લ 2 માટે ટકી રહેવું મુશ્કેલ થઈ ગયું હતું. જો કે, હવે આ ફિલ્મે 100 કરોડના ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે.
28 ઓગષ્ટના રોજ રિલીઝ થયેલી ફિલ્મ ‘ડ્રીમ ગર્લ 2’એ સારી શરૂઆત કરી છે. આ ફિલ્મે આયુષ્માન ખુરાનાને તેમના કરિયરની સૌથી મોટી ઓપનિંગ પણ આપી છે. ‘ડ્રીમ ગર્લ 2’એ ઓનિંગ ડે પર બોક્સ ઓફિસ પર 10.69 કરોડ સાથે ખાતુ ખોલ્યું હતું. બીજી તરફ ઓપનિંગ વીકેન્ડ પર ફિલ્મે 40.71 કરોડની કમાણી કરી હતી.
જવાને સ્પીડ પર લગાવી રોક
પ્રથમ વીક પુરુ કરતા જ ‘ડ્રીમ ગર્લ 2’એ બોક્સ ઓફિસ પર 67 કરોડની કમાણી કરી લીધી હતી. ત્યારબાદ ફિલ્મે બીજા અઠવાડિયમાં 95 કરોડનો બિઝનેસ કર્યો. આટલી કમાણી કર્યા બાદ ‘ડ્રીમ ગર્લ 2’ની રફ્તાર ધીમી પડી ગઈ કારણ કે, તેની ટક્કરમાં શાહરૂખ ખાનની જવાન ઉતરી હતી.
100 કરોડને પાર પહોંચ્યો બિઝનેસ
હવે ત્રીજું અઠવાડિયું પૂરું કરતાં પહેલાં ‘ડ્રીમ ગર્લ 2’ એ 100 કરોડથી વધુનો બિઝનેસ કરી લીધો છે. વીકેન્ડ કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે શનિવારે રૂ. 1.35 કરોડ અને રવિવારે રૂ. 1.50 કરોડની કમાણી કરી હતી. સોમવારના બિઝનેસની વાત કરીએ તો Sacnilkના રિપોર્ટ પ્રમાણે ‘ડ્રીમ ગર્લ 2’ એ લગભગ 75 લાખ રૂપિયાની કમાણી કરી હતી. આ સાથે જ આયુષ્માન ખુરાનાની ફિલ્મે ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર 100.16 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું છે.
આ પણ વાંચો: ‘જવાન’નો દબદબોઃ પાંચ દિવસમાં કરી 550 કરોડની કમાણી