ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

DRDO અને આર્મીએ પોર્ટેબલ એન્ટી ટેન્ક મિસાઈલ સિસ્ટમનું સફળતાપૂર્વક કર્યું પરીક્ષણ, જુઓ વીડિયો

Text To Speech
  • ભારતીય સેનાને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન સતત મજબૂત કરી રહ્યું છે

જેસલમેર, 13 ઓગસ્ટ: ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) ભારતીય સેનાને સતત મજબૂત કરી રહ્યું છે. DRDOએ પોતાના નવા સંશોધનથી દુશ્મનોની છાવણીમાં ડર પેદા કરી રહ્યું છે. સંસ્થાએ આવી જ એક એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ બનાવી છે, જેની ગર્જનાથી દુશ્મનોને પરસેવો પડી જશે. DRDOએ આજે મંગળવારે રાજસ્થાનના જેસલમેરમાં પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે ટ્રાઇપોડનો ઉપયોગ કરીને સ્વદેશી મેન-પોર્ટેબલ એન્ટિ ટેન્ક ગાઇડેડ મિસાઇલ (MP-ATGM)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. તેનો વીડિયો પણ બહાર આવ્યો છે.

જૂઓ અહીં વીડિયો

 

મિસાઇલ ફૂટ સૈનિકો અને વિશેષ દળો માટે છે

ભારતીય સેનાના ફૂટ સૈનિકો અને પેરાટ્રૂપર્સ (વિશેષ દળો) માટે મેન-પોર્ટેબલ આ એન્ટિ ટેન્ક ગાઇડેડ મિસાઇલ છે. જેને ઇજેક્શન મોટરનો ઉપયોગ કરીને કેનિસ્ટરમાંથી લોન્ચ કરવામાં આવે છે. તે ટાર્ગેટ મેળવવા માટે અદ્યતન IIR સીકરનો ઉપયોગ કરે છે. ભવિષ્યમાં તેને મુખ્ય યુદ્ધ ટેન્ક અર્જુનમાં પણ તૈનાત કરવામાં આવશે. પોખરણ ટેસ્ટમાં, MPATGMએ સંપૂર્ણ ચોકસાઈ સાથે લક્ષ્યને હિટ કર્યું. આ સ્વદેશી એન્ટિ-ટેન્ક મિસાઇલ ટેન્ડમ હાઇ એક્સપ્લોઝિવ એન્ટિ-ટેન્ક (HEAT) હથિયારથી સજ્જ છે, જે અત્યાધુનિક એક્સપ્લોઝિવ રિએક્ટિવ આર્મર (ERA) બખ્તર સાથે બખ્તરબંધ વાહનોને વીંધી શકે છે. જેનો મતલબ કે, આજના સમયની કોઈપણ ટેન્ક કે બખ્તરબંધ વાહન આમાંથી બચી શકશે નહીં.

મહત્તમ રેન્જ 2.5 કિલોમીટર 

આ માટે ઘણા ટ્રાયલ કરવામાં આવ્યા છે. તેનું વજન 14.50 કિલો છે અને લંબાઈ 4.3 ફૂટ છે. તેને ફાયર કરવા માટે બે લોકોની જરૂર પડે છે. તેની રેન્જ 200 મીટરથી 2.50 કિમી સુધીની છે. ટેન્ડમ ચાર્જ હીટ અને પેનિટ્રેશન વોરહેડ્સ તેમાં ઇન્સ્ટોલ કરી શકાય છે. સેનામાં સામેલ થયા બાદ ફ્રાન્સમાં બનેલા મિલાન-2ટી અને રશિયામાં બનેલી કોન્કર્સ એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલના જૂના વર્ઝનને હટાવી દેવામાં આવશે.

આ પણ જૂઓ: જમ્મુ-કાશ્મીરમાં સેનાને મળી મોટી સફળતા, આતંકવાદીઓના સૌથી મહત્વપૂર્ણ મોડ્યુલ કર્યું ખત્મ, 8ની ધરપકડ

Back to top button