ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

સુરીનામના રાષ્ટ્રપતિ દ્વારા દ્રૌપદી મુર્મુને સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી કર્યા સન્માનિત

Text To Speech

સુરીનામ : ભારતીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુરીનામ દેશસુરીનામના ની વિદેશ યાત્રા પર છે. ત્યારે સુરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ સંતોખી દ્વારા ભારતીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સર્વોચ્ચ સન્માન ‘ગ્રાન્ડ ઓર્ડર ઓફ ધ ચેઈન ઓફ ધ યલો સ્ટાર’થી નવાજવામાં આવ્યા. આ દરમ્યાન ભારતીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે, આ મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. તે ભારતના 140 કરોડથી વધુ લોકો માટે પણ ખૂબ મહત્વ ધરાવે છે જેમનું હું પ્રતિનિધિત્વ કરું છું. હું આ સન્માન ભારત-સૂરીનામી સમુદાયની પેઢીઓને પણ સમર્પિત કરું છું જેમણે બંને દેશો વચ્ચેના સંબંધોને સમૃદ્ધ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

કૃષિ સહિત ક્ષમતા નિર્માણના ક્ષેત્રમાં ત્રણ મોટા MoU પર હસ્તાક્ષર

મીડિયા અહેવાલો અનુસાર, ભારત અને સુરીનામે સોમવારે આરોગ્ય અને કૃષિ સહિત ક્ષમતા નિર્માણના ક્ષેત્રમાં ત્રણ મોટા MoU પર હસ્તાક્ષર કર્યા .અગાઉ રાષ્ટ્રપતિ મુર્મુ અને તેમના સુરીનામ સમકક્ષ ચંદ્રિકા પ્રસાદ સંતોખી વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત પણ થઈ હતી. અને અહીં ભારતીયોના આગમનની 150મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે રાષ્ટ્રપતિએ પોતાના નિવેદનમાં કહ્યું કે ભારતની જેમ સુરીનામમાં પણ અનેક જાતિ, ભાષા અને ધર્મના લોકો રહે છે. તેમણે કહ્યું હતું કે ભારત અને સુરીનામ વચ્ચે મિત્રતાનો પાયો મજબૂત ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોના આધાર પર બાંધવામાં આવ્યો હતો.

 

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge (@humdekhenge_news)

ચંદ્રિકા પ્રસાદ સંતોખીને દવાઓ સોંપી

રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું હતું કે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર વધારવાની જરૂર છે. સંરક્ષણ અને કૃષિ સહિત અનેક ઉદ્યોગોએ એકબીજાને સહકાર આપવો પડશે.પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો બાદ રાષ્ટ્રપતિ મુર્મુએ તેમના સુરીનામ સમકક્ષ ચંદ્રિકા પ્રસાદ સંતોખીને ભારતમાંથી દવાઓ સોંપી હતી.

આ પણ વાંચો : વિરાટ કોહલીએ ઓડિશા ટ્રેન દુર્ઘટના માટે દાન આપ્યું ? જાણો- અફવા છે કે સત્ય !

Back to top button