ટોપ ન્યૂઝનેશનલ

દ્રોપદી મૂર્મુની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં શાનદાર જીત, દેશના સર્વોચ્ચ પદ પર પહોંચનારી પ્રથમ આદિવાસી મહિલા

Text To Speech

દ્રોપદી મૂર્મુએ રાષ્ટ્રપિત ચૂંટણીમાં શાનદાર જીત મેળવી છે. દ્રૌપદી મૂર્મુ રાષ્ટ્રપતિ પદના શપથ લઈને દેશના સર્વોચ્ચ પદ પર પહોંચનાર પ્રથમ મહિલા આદિવાસી નેતા હશે. આજે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મત ગણતરીનો થઈ હતી. જેમાં તમામ રાઉન્ડમાં દ્રૌપદી મૂર્મુને લીડ મળી હતી.

મત ગણતરીમાં રોકાયેલા અધિકારીઓના જણાવ્યા અનુસાર હતું કે દ્રૌપદી મૂર્મુને પ્રથમ રાઉન્ડમાં 748માંથી 540 મત મળ્યા. આ સિવાય યશવંત સિંહાને 208 વોટ મળ્યા છે. આ સાથે જ મતગણતરી દરમિયાન 15 મત અમાન્ય જણાયા હતા. આ રીતે યશવંત સિન્હાને એક તૃતિયાંશથી ઓછા મત મળ્યા હતા. તમને જણાવી દઈએ કે જેએમએમ, અકાલી દળ, સુભાસપ, શિવસેના, ટીડીપી, વાયએસઆર કોંગ્રેસ અને બીજુ જનતા દળ સહિત ઘણા બિન-એનડીએ પક્ષોએ દ્રૌપદી મૂર્મુને સમર્થન આપ્યું હતું.  ઓડિશાના મયુરભંજ જિલ્લામાં સ્થિત દ્રૌપદીના ગામમાં ઉજવણીનો માહોલ છે. આ ઉપરાંત દિલ્હીમાં તેમના ઘરે પણ ઉજવણી કરવામાં આવી રહી છે. દ્રોપદી મૂર્મુની જીત સાથે દેશભરમાં ઉજવણી ચાલુ થઈ ગઈ છે.

ફાઈલ ફોટો+

કોણ છે દ્રોપદી મૂર્મુ ? 

20 જૂન 1958ના જન્મેલા દ્રૌપદી મુર્મૂ ઓડિશામાં ભારતીય જનતા પાર્ટી અને બીજૂ જનતા દળ ગઠબંધન સરકાર દરમિયાન 2000-2002 સુધી વાણિજ્ય અને પરિવહન માટે સ્વતંત્ર પ્રભાર અને 6 ઓગસ્ટ 2002થી મે સુધી મત્સ્ય પાલન અને પશુ સંસાધન વિકાસ રાજ્ય મંત્રી હતા. તેઓ વર્ષ 2000થી 2004માં ઓડિશાના પૂર્વ મંત્રી અને રાયરંગપુર વિધાનસભાથી ધારાસભ્ય હતા. તેઓ ઝારખંડના પ્રથમ મહિલા રાજ્યપાલ પણ બન્યા હતા. તો રાજ્યપાલ પદે પહોંચનારા ઓડિશાના પ્રથમ મહિલા અને આદિવાસી નેતા રહ્યાં છે. તો ચૂંટાયા બાદ દ્રૌપદી મુર્મૂ ભારતના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ અને બીજા મહિલા રાષ્ટ્રપતિ બનશે. આ સિવાય તે ઓડિશાથી પ્રથમ રાષ્ટ્રપતિ પણ હશે.

Back to top button