કચ્છ - સૌરાષ્ટ્રટોપ ન્યૂઝ

ડૉ. અતુલ ચગની આત્મહત્યાના ત્રણ મહિના બાદ ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા સામે ગુનો નોંધાયો

Text To Speech

ગીર સોમનાથના જાણીતા ડોક્ટર અતુલ ચગની આત્મહત્યાના ત્રણ મહિના બાદ પોલીસે ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા સામે ગુનો નોંધ્યો છે. જૂનાગઢના ભાજપના સાંસદ અને તેમના પિતા નારાયણભાઈ સામે આત્મહત્યા માટે ઉશ્કેરવા અને ગુનાહિત ધમકી આપવાના આરોપસર કેસ નોંધવામાં આવ્યો છે. ડૉક્ટર ચગના સાંસદ રાજેશ ચુડાસમા સાથે પારિવારિક સબનધો હતા. જેને લઈ ડૉક્ટર ચગ અવારનવાર રાજેશ ચુડાસમાના પિતાને ધંધા અર્થે પૈસા આપતા હતા. ડૉક્ટર ચગની આત્મહત્યા પહેલા તેમણે નારણભાઈને 90 લાખ રૂપિયા આપ્યા હતા. ડૉક્ટર ચગને પૈસાની જરૂરિયાત ઊભી થતાં તેમણે રૂપિયા પરત માંગ્યા હતા. રૂપિયાની ઊગરાણી કરતાં સાંસદ અને તેમના પિતાએ ડૉક્ટર ચગને જાનથી મારી નાખવાની અને તેમના પુત્ર હિતાર્થને ગાયબ કરી દેવાની ધમકી આપી હતી. ત્યારબાદ ડૉક્ટર ચગ આ બધાથી ડરી ગયા હતા અને બાદમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

આ પણ વાંચો : ભાવનગર ડમીકાંડમાં આરોપીઓનો આંકડો વધ્યો, 43 જેલમાં પહોંચ્યા
આત્મહત્યા - Humdekhengenewsવેરાવળ સિટી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એસએમ ઇસરાનીએ જણાવ્યું હતું કે, BJP સાંસદ રાજેશ અને તેમના પિતા વિરુદ્ધ IPC કલમ 306 (આત્મહત્યા માટે ઉશ્કેરણી) અને 506-2 (ગુનાહિત ધમકી) હેઠળ FIR નોંધવામાં આવી છે. તેમણે કહ્યું કે આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. ડો. અતુલ ચાગ 12 ફેબ્રુઆરીના રોજ તેમના ઘરમાં સીલિંગ ફેન સાથે લટકતી હાલતમાં મળી આવ્યા હતા. તેમના પુત્ર હિતાર્થ ચગની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસને એક લીટીની નોટ મળી હતી, જેમાં સાંસદ અને તેના પિતાને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. હિતાર્થે ગુજરાત હાઈકોર્ટમાં રાજેશ ચુડાસમા અને તેમના પિતા વિરૂદ્ધ કેસ ન નોંધવા બદલ પોલીસ સામે કાર્યવાહી કરવા માટે તિરસ્કારની અરજી કરી હતી.

Back to top button