ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

માધાપર-કચ્છના શિક્ષણરત્ન સમાન તેજસ્વી યુવતી ડો.પીનલ રાજાણીને હાવર્ડ વર્લ્ડ રેકોર્ડમાં મળ્યું સ્થાન

Text To Speech

પાલનપુર, 23 સપ્ટેમ્બર : અનેકજનો માટે પ્રેરણાસ્રોત તેમજ શિક્ષણ -સામાજિક પ્રગતિના અવિરત હિમાયતી એવાં માધાપર -કચ્છના ડો.પીનલ મહેન્દ્રભાઈ રાજાણીને દુનિયાના ખૂબ જ પ્રતિષ્ઠિત હાર્વર્ડ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન મળતાં સમગ્ર કચ્છ ઉપરાંત ગુજરાત રાજ્યના શિક્ષણ જગતમાં આનંદની લાગણી છવાઈ છે. નાની‌વયે જ પ્રેરણાદાયી શિક્ષણતજજ્ઞ તરીકેની નામના પ્રાપ્ત કરનાર ડો.પીનલ રાજાણીને શૈક્ષણિક ક્ષેત્રે 10 ડીગ્રીઓ ઉપરાંત શિક્ષણ,કલા, સામાજિક ક્ષેત્રે 270 થી વધુ એવોર્ડસ, મેડલ્સ અને સર્ટિફિકેટસ મળતાં તેમનું નામ શિક્ષણ જગતમાં અગ્ર હરોળમાં અંકિત થયેલ છે.

આ ઉપરાંત પરફેક્ટ વુમન મેગેઝિન દ્વારા કરાયેલ સર્વેની ફ્યુચર 30 વુમનમાં તેમને સર્ટિફિકેટ તેમજ મેગેઝિન ઇન્ટરવ્યુમાં મહત્વનું સ્થાન મળેલ છે. ભારતની ખૂબ જ ગૌરવશાળી તેમજ અનોખી ધરતી એવા કચ્છના તેજસ્વી, ઓજસ્વી રતન સમાન ડો.પીનલબેન જણાવે છે કે સફળતાનો કોઈ જ શોર્ટકટ નથી.સફળતા માટે કઠોર પરિશ્રમ કરવો પડે છે.સફળતા એ નથી કે તમારી પાસે શું છે પણ સફળતા એ છે કે તમે કોણ છો. પોતાના સિધ્ધાંતોને નષ્ટ કર્યા સિવાય જે સફળતા મળે એજ સાચી સફળતા છે.આ માટે સતત જાગૃત તેમજ નિરંતર અભ્યાસુ રહેવું પડે છે.

કચ્છનું આગવું રતન એવાં ડો.પીનલબેને સમગ્ર કચ્છ ઉપરાંત ગુજરાતના ગૌરવમાં વધારો કર્યો છે.તેમને અનેક સંસ્થાઓ તેમજ વ્યક્તિઓ તરફથી સતત અભિનંદન મળી રહેલ છે. વિશ્વ લોહાણા મહાપરિષદના પ્રમુખ સતીષભાઈ વિઠલાણી, ઉત્તર ગુજરાત ઝોનના પ્રમુખ ભગવાનભાઈ બંધુ તેમજ લોહાણા ન્યૂઝના તંત્રી આનંદભાઈ પી ઠક્કરે ડો.પીનલબેનને ખાસ અભિનંદન આપી તેમની વિશેષ પ્રગતિ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

Back to top button