ગુજરાત

અમદાવાદ: ડોક્ટરની બેદરકારીથી યુવતીનું મોત, તબીબને રૂ.26 લાખ ચૂકવવા હુકમ

સર્જરી બાદ કોમામાં સરી પડેલી યુવતીનું મોત થયુ છે. જેમાં તબીબને રૂ.26 લાખ ચૂકવવા હુકમ કરવામાં આવ્યો છે. અમદાવાદના નવરંગપુરાના સ્પર્શ સર્જિકલ હોસ્પિટલના ડૉ.પાર્થિવ શાહને દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં ફેફસાં પાછળના ભાગે નાની ગાંઠની સર્જરી બાદ યુવતીની તબિયત લથડી હતી. તથા 16મી ડિસેમ્બરે અન્ય એક ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હતા.

આ પણ વાંચો: ગુજરાતમાં જમીન સંપાદનના કેસમાં સમયસર વળતર ન ચુકાવતા હાઈકોર્ટ આકરા પાણીએ

રકમ મૃતકના પરિજનોને ડોક્ટરે 45 દિવસની અંદર ચુકવવાની રહેશે

ફેફસાંની પાછળના ભાગે ગાંઠની સર્જરીમાં બેદરકારીના કારણે સરખેજની 22 વર્ષીય નેહલ કોમામાં સરી પડી હતી, એ પછી તેનું મોત થયું હતું. સારવારમાં બેદરકારીના આક્ષેપ સાથે થયેલ દાવાના કેસમાં રાજ્યના ગ્રાહક કમિશને નવરંગપુરા સ્થિત સ્પર્શ પીડિયાટ્રિક સર્જિકલ હોસ્પિટલના ડો.પાર્થિવ એમ. શાહને રૂ. 26.32 લાખ વળતર પેટે ચૂકવવા માટે આદેશ કર્યો છે. આ રકમ મૃતકના પરિજનોને ડોક્ટરે 45 દિવસની અંદર ચુકવવાની રહેશે.

આ પણ વાંચો: ગુજરાતમાં ITનું બીજા દિવસે સર્ચ ઓપરેશન, જાણો કોના પર છે તવાઇ

ફેફસાંની પાછળના ભાગે નાની ગાંઠની સર્જરી કરી

મૃતક દર્દીના પિતા સહિતના અરજદારોએ ગ્રાહક કોર્ટમાં દાવો માંડયો હતો, ડો. પાર્થિવ શાહની હોસ્પિટલે દર્દીને ફેફસાંની પાછળના ભાગે નાની ગાંઠની સર્જરી માટે 9મી ડિસેમ્બર 2013ના રોજ હોસ્પિટલે દાખલ થયા હતા, સર્જરી થઈ એ તબક્કે હોસ્પિટલમાં ઈમરજન્સી પ્લાનિંગ જેવી સવલત નહોતી, ઓક્સિજન સિલિન્ડર, વેન્ટિલેટર સિસ્ટમ વગેરેનો પણ અભાવ હોવાનો આક્ષેપ કરાયો હતો, સર્જરી દરમિયાન લોહી નીકળવાનું બંધ થયું ન હતું. આ તબક્કે જીવરાજ મહેતા હોસ્પિટલે શિફ્ટ કરવાની સલાહ અપાઈ હતી.

આ પણ વાંચો: PSIની ભરતી પ્રક્રિયા પર રોક, જાણો શું છે સમગ્ર મામલો

દર્દી બેભાન અવસ્થામાં જ હતા અને કોમામાં સરી પડયા

રાતે નવ વાગ્યે દર્દીને બીજી હોસ્પિટલના આઈસીસીયુમાં દાખલ કરવા પડયા હતા. જોકે દર્દી બેભાન અવસ્થામાં જ હતા અને કોમામાં સરી પડયા હતા. એ પછી 16મી ડિસેમ્બરે અન્ય એક ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હતા, દર્દીની તબિયતમાં કોઈ સુધારો થયો નહતો, જૂન 2014 સુધી વેન્ટિલેટર પર રહેવું પડયું હતું. અંતે નવેમ્બર 2018માં દર્દીનું મોત થયું હતું. બીજી તરફ ડોક્ટર તરફે દલીલ કરાઈ હતી કે સારવારમાં કોઈ જાતની કચાશ ન હોવાનો અને ઓક્સિજન સહિતની પૂરતી વ્યવસ્થા હોવાનો દાવો કરાયો હતો.

Back to top button