કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

ડો.અતુલ ચગ આત્મહત્યા કેસ : તપાસ અધિકારી રજા ઉપર ઉતરી ગયા, કાર્યવાહી મામલે BJP નેતા આકરાપાણીએ

Text To Speech

ગીર સોમનાથ જિલ્લાના જાણીતા તબીબ વેરાવળના ડો.અતુલ ચગ આત્મહત્યા કેસ પ્રકરણમાં હજુ સુધી જવાબદારો સામે કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી ત્યારે આજે સર્વ સમાજની શોકસભા વેરાવળ ખાતે મળી હતી અને તેમાં વહેલીતકે પોલીસ આ મામલે ગુનો દાખલ કરે તેવી માંગ કરવામાં આવી છે. દરમિયાન આ કેસના તપાસનીશ અધિકારી પીઆઈ ઈસરાની રજા ઉપર ઉતરી ગયા છે. બીજી બાજુ ભાજપના સ્થાનિક નેતાએ જો ઝડપી કાર્યવાહી કરવામાં ન આવી તો આંદોલનની ફરજ પડવાની ચીમકી ઉચ્ચચારવામાં આવી છે.

પીઆઈને મળવાનો સમય અપાયો હતો

મહત્વનું છે કે, અતુલ ચગ આપઘાત કેસની સમગ્ર તપાસ વેરાવળ પીઆઈ સુનિલ ઈસરાની કરી રહ્યા છે. આજે કેસ મામલે ચગ પરિવારને પોલીસ મથકે મળવા માટે બોલાવ્યા હતા. પરિવાર પણ સાંજે તેમને મળવા ગયો ત્યારે જાણવા મળ્યું હતું કે, પીઆઈ ઈસરાની અચાનક જ સિક લિવ ઉપર ઉતરી ગયા છે.

ભાજપ નેતાએ કહ્યું, પરિવારની કસોટી ન કરો

દરમિયાન આ પ્રકરણમાં ભાજપ પ્રદેશ અગ્રણી ઝવેરીભાઈ ઠકરારનું મોટુ નિવેદન સામે આવ્યું છે. શોકસભા દરમિયાન ઝવેરીભાઈ ઠકરારે તંત્રને અલ્ટિમેટમ આપ્યું છે. તેમણે કહ્યું કે ડૉ. અતુલ ચગના પરિવારની કસોટી કરવાનું બંધ કરો, તેમને ન્યાય આપો નહીં તો થશે ઉગ્ર વિરોધ ઉઠશે. વધુમાં તેમણે ધરણા તથા આંદોલન કરવાની ચીમકી આપતા તંત્ર દોડતું થયું છે.

Back to top button