પુતિનની સામે બેસીને ડોભાલે આપ્યો PM મોદીનો મેસેજ, જૂઓ વીડિયો
- રશિયાના પ્રમુખ પુતિને બ્રિક્સ સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠકનો પ્રસ્તાવ મૂક્યો
મોસ્કો, 13 સપ્ટેમ્બર: રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને આવતા મહિને કઝાનમાં યોજાનારી બ્રિક્સ સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠકનો પ્રસ્તાવ મૂક્યો છે. પુતિને ગુરુવારે સેન્ટ પીટર્સબર્ગમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ સાથેની મુલાકાત દરમિયાન આ પ્રસ્તાવ મૂક્યો હતો. આ બેઠકમાં રશિયન પ્રમુખે કહ્યું હતું કે, ‘અમે કઝાનમાં પીએમ મોદીની રાહ જોઈ રહ્યા છીએ. હું 22 ઓક્ટોબરે કઝાનમાં દ્વિપક્ષીય બેઠક યોજવાનો પ્રસ્તાવ મૂકું છું. જ્યારે અજીત ડોભાલે પુતિનને PM મોદીની કિવની મુલાકાત અને પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે વાતચીત અંગે જણાવ્યું હતું.
પુતિન-ડોવલની આ બેઠકએ PM મોદીની યુક્રેનની મુલાકાતના લગભગ ત્રણ અઠવાડિયા પછી થઈ છે. બ્રિક્સ સમિટ રશિયાના કઝાન શહેરમાં 22-24 ઓક્ટોબરે યોજાશે. વડાપ્રધાન મોદી આ સમિટમાં ભાગ લઈ શકે છે.
જૂઓ વીડિયો
⚡️BREAKING: 🇮🇳NSA Doval, per Modi’s request, briefed 🇷🇺Putin on Indian PM’s meet with Zelensky
Doval witnessed their conversation firsthand, the meeting was conducted in a closed format
Modi asked Doval to come in person and brief Russian president on the talks pic.twitter.com/hkTUY30zkz
— Sputnik India (@Sputnik_India) September 12, 2024
અજીત ડોભાલે રશિયન પ્રમુખ પુતિનને શું કહ્યું?
પુતિન સાથેની તેમની વન-ટુ-વન વાતચીતમાં અજીત ડોભાલે રશિયાના પ્રમુખ પુતિનને કહ્યું કે, ‘જેમ વડાપ્રધાન મોદીએ તમારી સાથે ટેલિફોન પર વાત કરી હતી, તેઓ તમને તેમની યુક્રેનની મુલાકાત અને પ્રમુખ ઝેલેન્સ્કી સાથેની મુલાકાત વિશે માહિતી આપવા માટે ઉત્સુક હતા. તે ઈચ્છે છે કે, હું તમને મળવા માટે અને તમને તે વાર્તાલાપ વિશે જણાવવા માટે વ્યક્તિગત રીતે અને ખાસ રીતે રશિયા આવું. તેમાં બે જ નેતાઓ હતા. તેની સાથે બે લોકો જ હતા. હું વડાપ્રધાન સાથે હતો. હું આ વાતચીતનો સાક્ષી છું.
પુતિન-ડોવલ બેઠક અંગે રશિયા દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રશિયન પ્રમુખે ભારતીય નેતાની મોસ્કોની મુલાકાત દરમિયાન થયેલા કરારોના અમલીકરણ અને નજીકના ભવિષ્યની સંભાવનાઓ પર “સંયુક્ત કાર્યના પરિણામોનો સારાંશ” રજૂ કરવાની યોજના બનાવી છે. BRICS સમિટની રૂપરેખા તૈયાર કરવા માટે BRICS સમિટના અવસર પર 22 ઓક્ટોબરે PM મોદી સાથે દ્વિપક્ષીય બેઠક યોજવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
પ્રમુખ પુતિને શું વાત કહી?
આ દરમિયાન પ્રમુખ પુતિને કહ્યું કે, “મને સારી રીતે યાદ છે, જેમ કે મેં અમારી સામાન્ય સભામાં પહેલેથી જ કહ્યું હતું કે, PM મોદીની મોસ્કોની મુલાકાત માત્ર ખૂબ જ સફળ નથી, પરંતુ તેના પરિણામોને પગલે શરૂ કરાયેલું કાર્ય પણ ખૂબ જ સાર્થક છે અને અમે ખુશ છીએ કે અમારી વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારી સારી રીતે અને તે જ ગતિએ આગળ વધી રહી છે જે રીતે અમે વડાપ્રધાન સાથે સંમત થયા હતા.
રશિયન મીડિયાનું નિવેદન
ઝેલેન્સ્કી સાથેની વાતચીતમાં મોદીએ કહ્યું હતું કે, યુક્રેન અને રશિયા બંનેએ યુદ્ધનો અંત લાવવા માટે કોઈ સમય બગાડ્યા વિના એકસાથે બેસવું જોઈએ અને ભારત આ ક્ષેત્રમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે ‘સક્રિય ભૂમિકા’ ભજવવા માટે તૈયાર છે.