‘તમારી ઈમાનદારી પર શંકા’, ચૂંટણી વચ્ચે દિલ્હી સરકાર પર હાઈકોર્ટની ટિપ્પણી
નવી દિલ્હી, 13 જાન્યુઆરી 2025 : દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી વચ્ચે હાઈકોર્ટે આમ આદમી પાર્ટી સરકાર પર મોટી ટિપ્પણી કરી છે. વિધાનસભામાં કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) ના 14 અહેવાલો રજૂ ન કરવા બદલ હાઇકોર્ટે સરકારની પ્રામાણિકતા પર શંકા વ્યક્ત કરી છે. કોર્ટે આ ટિપ્પણી એવા સમયે કરી છે જ્યારે CAGના બે રિપોર્ટ મીડિયામાં લીક થયા છે. આમાં મુખ્યમંત્રીના બંગલા પર કરોડો રૂપિયાના ખોટા ખર્ચ અને દારૂ નીતિને કારણે સરકારી તિજોરીને 2000 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થવાના દાવાઓનો સમાવેશ થાય છે.
જસ્ટિસ સચિન દત્તાની બેન્ચે CAG રિપોર્ટ અંગે દિલ્હી સરકાર પર પ્રશ્નો ઉઠાવ્યા. CAG રિપોર્ટ પર વિચાર કરવામાં વિલંબ બદલ હાઈકોર્ટે દિલ્હી સરકારની ટીકા કરતા કહ્યું, “તમે જે રીતે પગ પાછા ખેચ્યા છે તે તમારી પ્રામાણિકતા પર શંકા પેદા કરે છે.” કોર્ટે વધુમાં ભાર મૂક્યો, “તમારે સ્પીકરને તાત્કાલિક રિપોર્ટ મોકલવો જોઈતો હતો અને ગૃહમાં ચર્ચા શરૂ કરવી જોઈતી હતી.”
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o
કોર્ટે કહ્યું, ‘ટાઈમલાઈન ખૂબ જ સ્પષ્ટ છે. તમે વિધાનસભા સત્ર બોલાવવાથી એક ડગલું પાછળ હટ્યા. LG ને રિપોર્ટ મોકલવાથી અને મુદ્દાને ઉકેલવામાં વિલંબ કરવાથી તમારી પ્રામાણિકતા પર શંકા જાય છે. કોર્ટે કહ્યું કે દિલ્હી સરકારે સ્પીકરને રિપોર્ટ મોકલવામાં સક્રિયતા દાખવવી જોઈતી હતી. તેના જવાબમાં, દિલ્હી સરકારે પ્રશ્ન કર્યો કે ચૂંટણીની આટલી નજીક વિધાનસભા સત્ર કેવી રીતે યોજાઈ શકે.
છેલ્લી સુનાવણીમાં, દિલ્હી વિધાનસભા સચિવાલયે કોર્ટને કહ્યું હતું કે ફેબ્રુઆરીમાં CAGનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો હોવાથી વિધાનસભામાં CAG રિપોર્ટ રજૂ કરવાથી હેતુ પૂર્ણ થશે નહીં. અગાઉ, દિલ્હી હાઈકોર્ટે દિલ્હી સરકાર, સ્પીકર અને અન્ય સંબંધિત પક્ષો પાસેથી જવાબ માંગ્યો હતો. દિલ્હી સરકારે કહ્યું હતું કે તમામ 14 રિપોર્ટ સ્પીકરને મોકલવામાં આવ્યા છે.
ભાજપના ધારાસભ્યોએ CAG રિપોર્ટ વિધાનસભામાં રજૂ કરવાની માંગણી સાથે હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. ભાજપ લાંબા સમયથી માંગ કરી રહ્યું છે કે CAG રિપોર્ટ વિધાનસભામાં રજૂ કરવામાં આવે. ભાજપનું કહેવું છે કે એક ડઝનથી વધુ CAG રિપોર્ટ વર્ષોથી વિધાનસભામાં પેન્ડિંગ છે.
આ પણ વાંચો : લાવાએ લોન્ચ કરી સસ્તી સ્માર્ટવોચ: AMOLED ડિસ્પ્લે સાથે છે GPS સપોર્ટ