ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કાનપુરની સરકારી હોસ્પિટલમાં 14 બાળકોને સંક્રમિત લોહી ચડાવવાનો મામલો, ખડગેના સરકાર પર પ્રહાર

Text To Speech

ઉત્તર પ્રદેશના કાનપુરની એક સરકારી હોસ્પિટલમાં 14 બાળકોને સંક્રમિત રક્ત ચડાવવામાં આવ્યું, જેના પછી આ બાળકોને HIV, AIDS, Hepatitis B અને C જેવા રોગો થયા. આ મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર અને યુપી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે ડબલ એન્જિનની સરકારે આરોગ્ય વ્યવસ્થાને બેવડી બિમાર કરી દીધી છે.

ખડગેએ નિશાન સાધતા કહ્યું કે, “ડબલ એન્જિન સરકારે અમારી આરોગ્ય સિસ્ટમને બમણી બીમાર કરી દીધી છે. યુપીના કાનપુરની એક સરકારી હોસ્પિટલમાં થેલેસેમિયાથી પીડિત 14 બાળકોને સંક્રમિત લોહી આપવામાં આવ્યું હતું, જેના કારણે આ બાળકોને HIV એઇડ્સ અને હેપેટાઇટિસ B, C જેવી ગંભીર બીમારીઓ થઈ હતી. આ ગંભીર બેદરકારી શરમજનક છે.”

આ પણ વાંચોઃ આજે દિલ્હીમાં કોંગ્રેસ CECની બેઠક, તેલંગાણા વિધાનસભાની 60 બેઠકો માટે ઉમેદવારોના નામની થશે જાહેરાત

કોંગ્રેસ અધ્યક્ષે વધુમાં કહ્યું કે, “ભાજપ સરકારના આ અક્ષમ્ય ગુનાની સજા નિર્દોષ બાળકોને ભોગવવી પડી રહી છે. ગઈકાલે મોદીજી આપણને 10 ઠરાવો લઈને મોટી-મોટી વાતો શીખવી રહ્યા હતા, શું તેમણે ક્યારેય પોતાની ભાજપ સરકારોની જવાબદારીનો એક અંશ પણ નક્કી કર્યો છે?

શું છે સમગ્ર મામલો?

કાનપુરની લાલા લાજપત રાય હોસ્પિટલમાં 14 બાળકોને સંક્રમિત લોહી ચડાવવામાં આવ્યું હતું. જે બાદ તેમની તપાસમાં જાણવા મળ્યું કે આ બાળકોમાં હેપેટાઈટીસ બી, સી અને એચઆઈવી એઈડ્સનો ચેપ ફેલાઈ ગયો હતો. આ રક્ત રક્તદાનના ભાગરૂપે લેવામાં આવ્યું હોવાનું ડૉક્ટરોએ જણાવ્યું હતું. ચેપગ્રસ્ત બાળકોમાંથી સાતમાં હેપેટાઈટીસ બી, પાંચમાં હેપેટાઈટીસ સી અને બે બાળકોમાં એચઆઈવીની પુષ્ટિ થઈ હતી. આ બાળકો કાનપુર દેહાત, ફરુખાબાદ, ઈટાવા, ઔરૈયા અને કન્નૌજ સહિત ઉત્તર પ્રદેશના વિવિધ જિલ્લાઓમાંથી આવે છે.

Back to top button