શુભમન ગિલને બેવડો ઝટકો, ગુજરાત ટાઇટન્સની હાર બાદ લાગ્યો લાખોનો દંડ!
- CSK સામેની મેચમાં ધીમી ઓવર રેટ માટે શુભમન ગિલને રૂ. 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો
ચેન્નાઈ, 27 માર્ચ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝનની તેની બીજી મેચ ગુજરાત ટાઇટન્સ (GT)ના કેપ્ટન શુભમન ગિલ માટે સારી રહી ન હતી. સૌપ્રથમ, ચેન્નાઈના MA ચીંદમ્બરમ સ્ટેડિયમમાં યોજાયેલી મેચમાં ગુજરાત ટાઈટન્સને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે હારનો સામનો કરવો પડ્યો હતો અને ત્યારબાદ ચેન્નાઇ સુપર કિંગ્સ સામેની આ મેચ દરમિયાન ટીમની ધીમી ઓવર રેટના કારણે આજે બુધવારે ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ મેચમાં શિવમ દુબેને ‘પ્લેયર ઓફ ધ મેચ’નો એવોર્ડ મળ્યો હતો.
Gujarat Titans skipper Shubman Gill fined Rs 12 lakh for maintaining slow over rate during his team’s IPL match against CSK.#IPL2024
(PTI Photo) pic.twitter.com/hmCxXQsXT3
— Press Trust of India (@PTI_News) March 27, 2024
IPL દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘ ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે કારણ કે આઈપીએલની ન્યૂનતમ ઓવર રેટ સંબંધિત આચાર સંહિતા હેઠળ આ તેની ટીમનો સીઝનનો પ્રથમ ગુનો છે.’
ગુજરાત ટાઈટન્સને પ્રથમ હારનો સામનો કરવો પડ્યો
ગિલની કેપ્ટનશિપ હેઠળની ગુજરાત ટાઈટન્સની ટીમને ટૂર્નામેન્ટની વર્તમાન સિઝનમાં પ્રથમ હારનો સામનો કરવો પડ્યો હતો જ્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સે મંગળવારે તેમને 63 રનથી હરાવ્યું હતું. શુભમન ગિલે આ મેચ બાદ કહ્યું હતું કે, ‘તેઓએ (CSK) અમને બેટિંગમાં હરાવ્યા અને પછી જ્યારે તેઓ બોલિંગ કરી રહ્યા હતા ત્યારે તેમનું કામ ઘણું સારું હતું. અમે પાવરપ્લેમાં સારા રન બનાવી શક્યા નથી. અમને 190થી 200 રનના લક્ષ્યની અપેક્ષા હતી કારણ કે તે સારી વિકેટ હતી. પરંતુ અમે બેટિંગમાં નિરાશ થયા. બેટિંગ માટે આમંત્રણ મળ્યા બાદ CSKએ છ વિકેટે 206 રનનો પડકારજનક સ્કોર બનાવ્યો હતો. જેની સામે ગુજરાત ટાઇટન્સ 20 ઓવરમાં 8 વિકેટે 143 રન જ બનાવી શકી હતી. પ્રથમ વખત IPL ફ્રેન્ચાઇઝીનું નેતૃત્વ કરી રહેલા શુભમન ગિલના નેતૃત્વમાં ગુજરાત ટાઇટન્સે મુંબઇ ઇન્ડિયન્સ સામેની તેમની પ્રથમ મેચ 6 રને જીતી હતી.
IPL 2024માં શુભમન ગિલનું પર્ફોમન્સ
ગિલની વાત કરીએ તો, ગુજરાત ફ્રેન્ચાઇઝીની કપ્તાની સંભાળ્યા પછી તેનું ફોર્મ ઓછું થઈ ગયું છે કારણ કે તે સતત રન બનાવી શક્યો નથી. જમણા હાથના આ ઓપનરે પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ સામે પ્રથમ મેચમાં 31 રન બનાવ્યા હતા અને તે ડિફેન્ડિંગ ચેમ્પિયન CSK સામે માત્ર 8 રન જ બનાવી શક્યો હતો. ઓરેન્જ કેપ જીત્યા બાદ 24 વર્ષીય ખેલાડીએ IPL 2023માં યાદગાર રન બનાવ્યા હતા. 17 મેચોમાં તેણે 59.33ની એવરેજ અને 157.80ના સ્ટ્રાઈક રેટથી 3 સદી અને 4 અર્ધસદી સાથે 890 રન બનાવ્યા હતા. તેણે ક્વોલિફાયર 2માં MI સામે 60 બોલમાં 129 રન પણ બનાવ્યા હતા.
આ પણ જુઓ: IPLની સુરક્ષામાં મોટી ચૂક: એક દર્શકે મેદાનમાં ઘુસીને કોહલીને જોરથી પકડી લીધો