LICને એક જ મહિનામાં ડબલ ઝટકો, અદાણી ગ્રુપની કંપનીના શેરોમાં રોકાણ ભારે પડ્યું, આટલા ટકા શેર ધોવાયા
હિંડનબર્ગના રિપોર્ટ બાદ ગૌતમ અદાણીની આગેવાની હેઠળના અદાણી ગ્રુપને તેનું અત્યાર સુધીનું સૌથી મોટું નુકસાન થયું છે, તો બીજી તરફ અદાણીની કંપનીઓના શેરમાં રોકાણ એલઆઈસીને પણ ભારે પડ્યું છે. LICના શેરમાં સતત ઘટાડો થયો જાય છે.
અદાણીની સાથે LICના શેરમાં પણ ઘટાડો
અદાણી ગ્રૂપની સાથે સરકારી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)ને પણ આ દિવસોમાં મોટુ નુકસાન થતું જાય છે. હિંડનબર્ગ અને અદાણી વિવાદ વચ્ચે LICને પહેલાથી જ નુકસાન થયું છે. તેમજ તેના શેરમાં પણ ઘટાડો થયો છે. અદાણીની સાથે અદાણીની કંપનીમાં રોકાણ કરનાર LICને પણ એક બાદ એક મોટો ઝટકો લાગી રહ્યો છે. આ કંપનીઓ છેલ્લા કેટલાક દિવસથી સતત નુકશાન તરફ ધકેલાતી જઈ રહી છે. શુક્રવારે BSE પર LICનો શેર એક ટકાથી વધુ ઘટીને રૂ. 584.70 પર બંધ થયો હતો. , તો 1 ફેબ્રુઆરીએ આ સ્ટોક રૂ. 582.45ના સર્વકાલીન નીચા સ્તરે પહોંચી ગયો હતો.
અદાણી ગ્રૂપ પરના અહેવાલ પછી LICના શેર 17 ટકા તુટ્યા
હિંડનબર્ગના અદાણી ગ્રૂપ પરના અહેવાલ પછી LICના શેરમાં 17 ટકા તૂટ્યા છે. જેમાં LICની માર્કેટ મૂડીમાં એક મહિનામાં 75 હજાર કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. 24 જાન્યુઆરીના રોજ LICનું માર્કેટ કેપ 4,44,141 કરોડ રૂપિયા હતું. જે શુક્રવારે ઘટીને રૂ. 3,69,790 થઈ ગયું હતું.
LICએ અદાણી ગ્રુપની આ કંપનીમાં કર્યું રોકાણ
જાણકરી મુજબ LICએ અદાણી ગ્રુપની લગભગ તમામ લિસ્ટેડ કંપનીઓના શેરમાં રોકાણ કર્યું છે. LICએ અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી ગ્રીન એનર્જી, અદાણી પોર્ટ્સ, અદાણી ટોટલ ગેસ, અદાણી ટ્રાન્સમિશન, અંબુજા સિમેન્ટ્સ અને એસીસીનો કંપનીમાં રોકાણ કર્યું છે. તેમજ BSEને આપવામાં આવેલા ડેટામાં જણાવ્યા મુજબ LICએ સૌથી વધુ રોકાણ અદાણી પોર્ટમાં છે. આ કંપનીમાં LICનો હિસ્સો 9.1 ટકા છે. બિઝનેસ ટુડેના રિપોર્ટ અનુસાર, LIC એ ગૌતમ અદાણીની કંપનીઓમાં જંગી રોકાણ કર્યું છે. 31 ડિસેમ્બર 2022ના રોજ વીમા કંપનીનું રોકાણ મૂલ્ય રૂ. 82,970 કરોડ હતું, જે 23 ફેબ્રુઆરી 2023એ ઘટીને રૂ. 33,242 કરોડ થઈ ગયું હતું.
આ પણ વાંચો : રામચરણ અને જુ.NTR સાઈડ પર છોડી દે તેવો આલિયાએ ‘નાટૂ-નાટૂ’ સોન્ગ પર કર્યો જોરદાર ડાન્સ, વીડિયો થયો વાયરલ