લો બોલો, ઢોસા પ્રિન્ટિંગ મશીન પણ આવી ગયું! આનંદ મહિન્દ્રાએ શેર કર્યો વીડિયો, જૂઓ
HD ન્યૂઝ ડેસ્ક, 14 નવેમ્બર: દુનિયામાં કોણ જાણે એવા કેટલા લોકો છે જે દક્ષિણ ભારતીય વાનગીઓને પસંદ કરે છે. તમે પણ કદાચ દક્ષિણ ભારતીય વાનગીઓ ખાવાનું પસંદ કરતા હશો. જો એમ હોય તો તમે ઢોસા ઘણી વખત ખાધા હશે. તમે અલગ-અલગ હોટલ કે રેસ્ટોરન્ટમાં ઢોસા ખાધા હશે. દરેક જગ્યાએ તમે જોયું હશે કે, ત્યાં કોઈ વ્યક્તિ તવા પર ઢોસા બનાવી રહ્યો છે. પરંતુ શું તમે એવું ક્યારેય જોયું છે કે જ્યાં કોઈ મશીન ઢોસા બનાવતું જોવા મળ્યું હોય? જો તમે ન જોયું હોય, તો આજે તમને જોવા મળશે. ભારતના જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ એક વીડિયો શેર કર્યો છે જેમાં ઢોસા બનાવવાનું મશીન દેખાઈ રહ્યું છે. જેને ઢોસા પ્રિન્ટિંગ મશીન પણ કહેવામાં આવી રહ્યું છે.
જૂઓ અહીં આ વાયરલ વીડિયો
The Desktop Dosa… https://t.co/gw6EHw3QZ7
— anand mahindra (@anandmahindra) November 14, 2024
મશીન દ્વારા ઢોસા બનાવવામાં આવ્યા
સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આનંદ મહિન્દ્રાએ પણ X(twitter) પર આ વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ મશીન પર ઢોસાનું બેટર રેડે છે. આ પછી, મશીન તેને જાતે ફેલાવે છે અને પછી વ્યક્તિ તેના પર તેલ રેડે છે અને મસાલા પણ ઉમેરે છે. આ પછી, મશીન પોતે તેને રોલ કરે છે અને તેને ખોરાકની જેમ તૈયાર કરી દે છે. આ પછી, વ્યક્તિ તેને પ્લેટમાં કાઢીને પીરસે છે.
વીડિયો શેર કરતી વખતે આનંદ મહિન્દ્રાએ કેપ્શનમાં ‘ધ ડેસ્કટોપ ઢોસા’ લખ્યું છે. અત્યાર સુધીમાં 89 હજારથી વધુ લોકો આ પોસ્ટ જોઈ ચૂક્યા છે. વીડિયોમાં ટેક્સ્ટ લેયર્ડ તરીકે ‘ઢોસા પ્રિન્ટિંગ મશીન’ લખવામાં આવ્યું છે. કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું કે, “હવે થાર ઢોસાની રાહ જોઈ રહ્યા છીએ.” અન્ય એક યુઝરે લખ્યું કે, “એવું લાગે છે કે ત્યાં કોઈ પ્રિન્ટિંગ મશીન છે.” ત્રીજા યુઝરે લખ્યું કે, “શું તે સ્વાસ્થ્ય માટે સારું છે?” અન્ય એક યુઝરે પૂછ્યું કે, “તમે આ ક્યારે ટ્રાઇ કરવાના છો?“
આ પણ જૂઓ: મોંઘા પોપકોર્ન લેવાથી બચવા માટે છોકરીએ કર્યો અદ્ભૂત જુગાડ: લોકોએ આપી આવી પ્રતિક્રિયા, જૂઓ વીડિયો