દૂરદર્શનને પણ લાગ્યો AIનો રંગ: એઆઈ એન્કર દ્વારા હવે કાર્યક્રમની રજૂઆત!
- ડીડી કિસાન 26મી મે 2024ના રોજ કરશે લોન્ચ
24 મે 2024, દૂરદર્શન વધુ એક માઈલસ્ટોન હાંસલ કરવા જઈ રહ્યું છે . AI ના આ યુગમાં, આ દેશની પહેલી સરકારી ટીવી ચેનલ બનવા જઈ રહી છે જ્યાં દરેકની નજર AI એન્કર પર હશે. દૂરદર્શન કિસાન બે એઆઈ એન્કર – એઆઈ ક્રિશ અને એઆઈ ભૂમિ લોન્ચ કરવા જઈ રહ્યું છે. 9 વર્ષની અપાર સફળતા પછી, ડીડી કિસાન 26મી મે 2024ના રોજ ભારતના ખેડૂતો માટે એક નવા દેખાવ અને નવી શૈલી સાથે આવી રહ્યું છે. જ્યાં ચેનલનું પ્રેઝન્ટેશન એક નવા સ્વરૂપમાં જોવા મળશે.
‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’ના આ યુગમાં દૂરદર્શન કિસાન દેશની પહેલી એવી સરકારી ટીવી ચેનલ બનવા જઈ રહ્યું છે. દૂરદર્શન કિસાન બે એઆઈ એન્કર લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ ન્યૂઝ એન્કર એક કોમ્પ્યુટર છે, જે બિલકુલ માનવ જેવા છે અને માણસની જેમ કામ કરી શકે છે. તેઓ 24 કલાક અને 365 દિવસ રોકાયા વગર કે થાક્યા વગર સમાચાર વાંચી શકે છે. ખેડૂત દર્શકો આ એન્કરને દેશના તમામ રાજ્યોમાં કાશ્મીરથી તામિલનાડુ અને ગુજરાતથી અરુણાચલ સુધી જોઈ શકશે. આ એઆઈ એન્કર દેશમાં અને વૈશ્વિક સ્તરે થઈ રહેલા કૃષિ સંશોધનો, કૃષિ વલણો, મંડીઓ, હવામાનમાં ફેરફાર અથવા સરકારી યોજનાઓ સહિતની અન્ય માહિતી વિશે દરેક જરૂરી માહિતી પ્રદાન કરશે. આ એન્કર્સની એક ખાસ વાત એ છે કે તેઓ દેશ-વિદેશની 50 ભાષાઓમાં બોલી શકે છે.
ડીડી કિસાનના ઉદ્દેશ્યોમાં સમાવિષ્ટ કેટલાક વિશેષ તથ્યો
ખેડૂતોને સમર્પિત ડીડી કિસાન એ દેશની એકમાત્ર ટીવી ચેનલ છે, જેની સ્થાપના ભારત સરકાર દ્વારા કરવામાં આવી છે. આ ચેનલની સ્થાપના 26 મે 2015ના રોજ કરવામાં આવી હતી. ડીડી કિસાન ચેનલની સ્થાપનાનો ઉદ્દેશ્ય ખેડૂતોને હવામાન, વૈશ્વિક અને સ્થાનિક બજારો સહિતની બાબતો વિશે હંમેશા માહિતગાર રાખવાનો હતો, જેથી ખેડૂતો અગાઉથી યોગ્ય આયોજન કરી શકે અને સમયસર યોગ્ય નિર્ણય લઈ શકે. ડીડી કિસાન ચેનલ છેલ્લા 9 વર્ષથી આ ધોરણોને પૂર્ણ કરી રહી છે.
ડીડી કિસાન ચેનલ દેશના કૃષિ અને ગ્રામીણ સમુદાયની સેવા કરવાના ઉદ્દેશ્ય સાથે પ્રગતિશીલ ખેડૂતોના પ્રયાસોને તમામ લોકો સુધી પહોંચાડવા માટે પણ કામ કરી રહી છે અને તેમને શિક્ષિત કરીને સર્વગ્રાહી વિકાસનું વાતાવરણ બનાવવાની દિશામાં કામ કરી રહી છે. ડીડી કિસાન ચેનલ કૃષિના ત્રિ-પરિમાણીય ખ્યાલને મજબૂત કરી રહી છે જેમાં સંતુલિત ખેતી, પશુપાલન અને વૃક્ષારોપણનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો..અમદાવાદમાં ધો.12 સાયન્સમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ ફરી પરીક્ષા આપશે, જાણો શું છે કારણ