સવારે ઉઠીને ન જુઓ આ વસ્તુઓ, ફક્ત વાસ્તુ નહિ, વડીલો પણ કહેતા આ વાત


- વાસ્તુશાસ્ત્ર અનુસાર સવારે ઉઠીને કેટલીક વસ્તુઓ ન જુઓ. સવારે ઉઠીને સૌથી પહેલા તમારી હથેળી જુઓ. ભગવાનના દર્શન કરી શકો છો
HD ન્યુઝ ડેસ્કઃ સવારની શરૂઆત હંમેશા સારી થવી જોઈએ. સવારની સારી શરૂઆત આખો દિવસ સારો બનાવે છે. સવારે ખુશનુમા માહોલ અને મુડ સાથે ઉઠવું જોઈએ. સવારે ઉઠીને સૌથી પહેલા તમારી હથેળી જુઓ. ભગવાનના દર્શન કરી શકો છો. વાસ્તુશાસ્ત્ર અનુસાર સવારે ઉઠીને કેટલીક વસ્તુઓ ન જોવી જોઈએ. સવારે ઉઠીને આ વસ્તુઓ જોવીઅશુભ છે. આ વસ્તુઓ જોઈએ તો આખો દિવસ બગડે છે. આ વાત ફક્ત વાસ્તુમાં જણાવાઈ છે એવું નથી, તમે ક્યારેક તમારા વડીલો પાસે પણ આ વાત સાંભળી હશે.
સવારે ઉઠીને બંધ ઘડિયાળ ન જોવી
આમ તો ઘરમાં બંધ ઘડિયાળ રાખવી જ ન જોઈએ, પરંતુ જો હોય તો સવારમાં ઉઠીને તરત એવી ઘડિયાળ તરફ ન જોવું જોઈએ. અટકેલી ઘડિયાળમાં જોવાથી આખો દિવસ બગડી જાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં બંધ ઘડિયાળ ન રાખવી જોઈએ. બંધ ઘડિયાળ રાખવી અશુભ છે. સવારે ઉઠીને તરત ચાલુ ઘડિયાળ તરફ પણ ન જુઓ તો સારું. તેનાથી તમારા મનમાં સમયનું એક ટેન્શન સવારથી જ ઉભું થાય છે.
સવારે ઉઠતાની સાથે જ અરીસામાં ન જુઓ
વાસ્તુશાસ્ત્ર અનુસાર સવારે ઉઠતાની સાથે જ અરીસો ન જોવો જોઈએ. સવારે ઉઠતાની સાથે જ અરીસો જોવો એ અશુભ માનવામાં આવે છે. સવારે ઉઠતાની સાથે જ અરીસામાં જોવાથી આખો દિવસ બગડી શકે છે. તમે ઉઠીને તરત ભગવાનનો ફોટો કે મૂર્તિના દર્શન કરી શકો છો. તમારી હથેળી તરફ પણ જોઈને શ્લોક બોલી શકો છો.
ઉઠીને તરત એંઠા વાસણો ન જોવા
વાસ્તુશાસ્ત્ર અનુસાર સવારે ઉઠીને એંઠા વાસણો તરફ ન જોવું જોઈએ. સવારે આ વાસણો જોવા અશુભ માનવામાં આવે છે. આમ તો રાત્રે સૂતા પહેલા વાસણો ધોવા જોઈએ. રાતે એંઠા વાસણ રાખીને સૂઈ જવાથી આર્થિક સમસ્યાઓ આવે છે.
આ પણ વાંચોઃ વાસ્તુ શાસ્ત્રમાં દિશાઓનું શું મહત્ત્વ છે? કઈ દિશા ઘરમાં ખુશીઓ લાવશે?