તમારા ઘરમાં ઇશાન ખુણામાં આ વસ્તુઓ હોય તો આજે જ હટાવી લેજો
- ઇશાન ખુણો ઘરનો સૌથી પવિત્ર ખુણો કહેવાય છે
- ઇશાન ખુણામાં હોય છે સૌથી વધુ પોઝિટીવ એનર્જી
- આ દિશાની દિવાલોનો રંગ પીળો હોય તો તે શુભ માનવામાં આવે છે
ઘરની ઉત્તર-પુર્વ દિશા એટલે કે ઇશાન ખુણાને સૌથી પવિત્ર સ્થળ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અહીં સાક્ષાત ઇશ્વરનો વાસ હોય છે. તેથી આ દિશામાં કંઇ પણ રાખતા પહેલા વાસ્તુ શાસ્ત્રના કેટલાક નિયમોનું ધ્યાન રાખવુ જરૂરી છે. ઉલ્લેખનીય છે કે ઘરના ઇશાન ખુણામાં સૌથી વધુ પોઝિટીવ એનર્જી હોય છે. જો આ દિશામાં થોડા નિયમોનું ધ્યાન રાખવામાં આવે તો વ્યક્તિની સુખ સમૃદ્ધિમાં કોઇ કમી આવતી નથી.
ઇશાન ખુણામાં આ વસ્તુઓ રાખવી શુભ
ઇશાન ખુણો ઘરનો સૌથી પવિત્ર ખુણો માનવામાં આવે છે. આ દિશામાં પૂજા સ્થળ હોય તે શુભ માનવામાં આવે છે. ધ્યાન રાખો કે આ દિશામાં સાફ-સફાઇ વિશેષ રીતે થવી જોઇએ. આ દિશાની દિવાલોનો રંગ પીળો હોય તો તે શુભ માનવામાં આવે છે. આ દિશામાં તમે ધન પણ રાખી શકો છો. વાસ્તુ શાસ્ત્રમાં જોકે ધન રાખવા માટે ઉત્તમ દિશા ઉત્તર મનાઇ છે.
ઇશાન કોણમાં શું ન કરવુ જોઇએ?
એવું માનવામાં આવે છે કે તમે જો આ સ્થાન પર ભારે વસ્તુઓ રાખો છો તો ધનનું આવનજાવન રોકાઇ જાય છે. આ ઉપરાંત ઇશાન કોણમાં સ્ટોર રૂમ બનાવવાથી પણ બચવુ જોઇએ. બીજી બાજુ દેવી-દેવતાઓનો વાસ હોવાના કારણે ક્યારેય પણ આ દિશામાં જુતા, ચંપલ કે કચરો ન રાખવો જોઇએ. આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે અને ઘરમાં પરેશાનીઓ આવે છે.
આ પણ વાંચોઃ દેશને જણાવે કે ક્યા મુદ્દાઓ પર યૂનિફોર્મિટી ઈચ્છે છે પીએમ મોદી; UCC પર કપિલ સિબ્બલનો પ્રશ્ન