ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ
પેરેન્ટ્સ-ટીચર મીટિંગને હળવાશથી ન લેશોઃ PTMમાં જવુ કેમ છે જરૂરી?
- કેટલાક જાગૃત પેરેન્ટ્સ દરેક પીટીએમ એટેન્ડ કરતા હોય છે
- કોઇક માતા-પિતા પીટીએમની અગત્યતા સમજતા નથી
- બાળકો સ્કુલમાં કેવુ વર્તન કરે છે તે જાણવુ હોય છે જરૂરી
આજકાલના માતા-પિતા પોતાના બાળકોને દરેક ક્ષેત્રમાં સફળતા અપાવવા ઇચ્છે છે. આ માટે તેઓ સખત મહેનત કરે છે, પછી તેમના હોબી ક્લાસીસની વાત હોય કે પેરેન્ટ્સ ટીચર મીટિંગની. કેટલાક વાલીઓ એવા હોય છે કે પોતાના બાળકો સાથે તેને એટેન્ડ કરવા પહોંચી જ જાય છે. જોકે વાત આજે એવા પેરેન્ટ્સની થઇ રહી છે, જે જાગૃત નથી. જેમને પેરેન્ટ્સ મીટિંગ વીકેન્ડ ખરાબ કરનારી લાગે છે અથવા તો એવા માતા-પિતા જેને લાગે છે કે તેમના બાળકો સ્કુલમાં ઘણુ સારુ પર્ફોમન્સ કરી રહ્યા છે તો ત્યાં આવવાની જરૂર શું છે? જો તમે પણ એવુ વિચારી રહ્યા હો તો તમારે આ વિચાર બદલવાની જરૂર છે. જાણો PTMમાં જવુ કેમ છે જરૂરી?
પેરેન્ટ્સ-ટીચર મીટિંગ કેમ છે જરૂરી?
- માતા-પિતા હંમેશા પોતાના બાળકોને લાડ અને પ્રેમથી જ જુવે છે, પરંતુ અસલ હકીકત સ્કુલમાં ટીચરને મળવા પર જ જાણ થાય છે. તમારા બાળકોના પ્રોગ્રેસ અંગે જાણવા માટે પેરેન્ટ્સ-ટીચર મીટિંગમા જવુ જરૂરી છે.
- રિપોર્ટ કાર્ડ પર સારા માર્ક્સ આવે તેનો અર્થ એ બિલકુલ નથી કે તમારે તમારા બાળક પર ધ્યાન આપવાની જરૂર નથી. જો તમારુ બાળક ક્લાસમાં સારુ પ્રદર્શન કરી રહ્યુ હોય તો પણ તમારે તેના ટીચર સાથે વાત કરીને તેના કામમાં સુધારો લાવવાના પ્રયત્ન કરવા જોઇએ.
- જો તમારુ બાળક ક્લાસમાં સારુ નથી તો શરમના ડરથી પીટીએમમાં જવાથી ન ભાગો. તમારો આ વ્યવહાર તમારા બાળકોના જીવન પર ખરાબ અસર કરી શકે છે. તેમાં સુધારો કેવી રીતે લાવવો તે માટે બાળકના ટીચર સાથે વાત કરીને તે દિશામાં પ્રયત્ન કરો.
- તમારુ બાળક સ્કુલમાં બીજા બાળકો સાથે કેવો વ્યવહાર કરે છે, શું તે ક્લાસમાં બીજા બાળકો અને ટીચર સાથે હળી મળી જાય છે કે ચુપ બેસી રહે છે. આ વાતોની જાણકારી માટે પણ પીટીએમમાં જરૂર જાવ.
- જો તમને તમારા બાળકના ટીચર સાથે કોઇ ફરિયાદ હોય તો પણ તમે પીટીએમમાં ટીચર સાથે મળીને તેને દુર કરી શકો છો.
આ પણ વાંચોઃ Male Menstruation શું છે? સ્ત્રીઓની જેમ પુરુષોને પણ આવે છે પીરિયડ્સ?