ટોપ ન્યૂઝબિઝનેસ

દેશ સેવામાં સહભાગી થવાનો આ અવસર ચૂકતા નહીં, આજે છે છેલ્લો દિવસ

Text To Speech

જો તમે દેશસેવામાં સહભાગી થવા માંગતા હોવ તો આજે જ તમારું ITR ફાઈલ કરો. જેથી દેશની પ્રગતિમાં તમે પણ એક ભાગ બની શકો. ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાના હવે ગણતરીના કલાકો બાકી છે. આજ પછી ITR ફાઇલ કરવા પર દંડ લાગશે. અને આવકવેરા વિભાગ કરદાતાઓને સમયસર ITR ફાઇલ કરવા માટે સતત કહી રહ્યું છે. આવકવેરા વિભાગે સ્પષ્ટ કહ્યું છે કે ITR ફાઇલ કરવાની તારીખ લંબાવવામાં આવશે નહીં. 31 જુલાઇ પછી ITR ફાઇલ કરનારને દંડ ભરવો પડશે.

ITR ફાઈલ કરવા માટે લાગશે માત્ર 15 મિનિટ

જો તમને કોઈ પણ તકલીફ થઈ રહી હોય તો આ સરળ સ્ટેપ્સથી સમજીને માત્ર 15 મિનિટમાં જ ભરો તમારું ITR ફાઈલ કરી શકાશે અને દેશનું માન તમે વધારી શકો છો. આ માટે તમારે તમારા જરૂરી દસ્તાવેજો તમારી સાથે રાખવા પડશે. તાજેતરના સમયમાં, ITR ફાઈલ કરવું એકદમ સરળ બની ગયું છે. જો તમારી પાસે તેનાથી સંબંધિત તમામ દસ્તાવેજો ઉપલબ્ધ છે, તો તમને ITR ફાઇલ કરવામાં 15 મિનિટનો સમય લાગશે.

આ પણ વાંચો : ક્યાંક તમારી મુશ્કેલી તો નથી વધીને ? જુઓ RBIએ કઈ બે બેંકો પર લગાવ્યા નિયંત્રણો

ITR માટેના જરૂરી દસ્તાવેજો

ફોર્મ 16 અથવા 16A, 26AS, વાર્ષિક માહિતી નિવેદન (AIS), મૂડી લાભનું નિવેદનમાં TDS ની વિગતો. આ કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો છે જેની તમને ITR ફાઇલ કરતી વખતે જરૂર પડશે. કારણ કે તેમાં તમારી આવકની તમામ માહિતી હોય છે. આ સિવાય તમારે પાન કાર્ડ, આધાર કાર્ડ, રોકાણની વિગતો અને બેંક ખાતાની વિગતો આપવી પડશે.

જાતે ITR ફાઇલ કરો

  • સૌથી પહેલા (https://eportal.incometax.gov.in/) પર લોગિન કરો.
  • તમારું યુઝર આઈડી દાખલ કરો અને ચાલુ રાખો વિકલ્પ પસંદ કરો. હવે પાસવર્ડ દાખલ કરીને લોગિન કરો.
  • લોગિન પર એક નવું પેજ ખુલશે, અહીં તમારે ઈ-ફાઈલ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  • ફાઈલ ઈન્કમ ટેક્સ રિટર્ન વિકલ્પ પસંદ કરો અને વર્ષ પસંદ કરો.
  • હવે તમારે ઓનલાઈન વિકલ્પ પસંદ કરવો પડશે, પછી વ્યક્તિગત વિકલ્પ પર ક્લિક કરો.
  • આ પછી, ITR-1 અથવા ITR-4 માં તમારા અનુસાર ફોર્મ પસંદ કરો.
  • જો તમે પગારદાર છો, તો તમારે ITR-1 વિકલ્પ પસંદ કરવો પડશે.
  • ITR રિટર્ન ફોર્મ ડાઉનલોડ કરવા પર, ભરવાના પ્રકાર પર, 139(1) ઓરિજિનલ રિટર્ન પસંદ કરો.
  • આમ કરવાથી સિલેક્ટેડ ફોર્મ ખુલશે, તેમાં બધી માહિતી યોગ્ય રીતે દાખલ કરો.
  • હવે ઓનલાઈન પ્રક્રિયામાં વેરિફિકેશન કરો અને રિટર્નની હાર્ડ કોપી આવકવેરા વિભાગને મોકલો.

મોડું થશે તો લાગશે દંડ

શનિવારે રાત્રે 8:36 વાગ્યા સુધી 5 કરોડથી વધુ લોકોએ તેમના ITR ફાઇલ કર્યા છે. આવકવેરા વિભાગે જણાવ્યું છે કે આકારણી વર્ષ 2022-23 માટે ITR ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ 2022 છે. દંડ ટાળવા માટે, છેલ્લી તારીખ સુધીમાં તમારું ITR ફાઇલ કરો. સમયમર્યાદા પછી ITR ફાઇલ કરવા પર દંડ લાગી શકે છે. સમયમર્યાદા પછી રિટર્ન ફાઇલ કરવા માટે, 5 લાખ રૂપિયા અથવા તેનાથી ઓછી આવક પર 1,000 રૂપિયાની લેટ ફી વસૂલવામાં આવશે. 5 લાખથી વધુ આવક માટે લેટ ફી 5,000 રૂપિયા હશે. આ રકમ 10,000 રૂપિયા સુધી જઈ શકે છે.

Back to top button