ટ્રેન્ડિંગયુટિલીટીલાઈફસ્ટાઈલવિશેષહેલ્થ

ફળ અને શાકભાજીને ધોતી વખતે ન કરશો આ ભુલોઃ જાણો યોગ્ય રીત

Text To Speech
  • ફળો અને શાકભાજીને ખાતા પહેલા આટલુ ધ્યાન રાખો
  • બજારમાંથી લાવ્યા બાદ તેને બે-ત્રણ વખત ધુઓ
  • કડક છાલ વાળા શાકભાજીને સ્ક્રબથી સાફ કરો

શાકભાજી અને ફળ ખાવા હેલ્થ માટે ખૂબ જ સારા છે, પરંતુ જો તે ધોયા વગર ખાવામાં આવે તો તે બિમાર પણ પાડી શકે છે. મોટાભાગના ભારતીય ઘરોમાં લોકો બજારમાંથી લાવેલા તાજા શાકભાજી કે ફળને માત્ર એક વખત ધોઇને ફ્રીજમાં રાખી દે છે. પછી આખુ અઠવાડિયુ તેમાંથી ઉપયોગ કર્યા કરે છે. શું તમે જાણો છો કે એક વખત પાણીથી ધોએલા ખાદ્યપદાર્થોમાંથી બેક્ટેરિયા કે કિટનાશકો દુર થતા નથી. તે ખાદ્યજનિત રોગોને દુર કરવા માટે પર્યાપ્ત નથી. જો તમે પણ આમ કરી રહ્યા હો તો તાત્કાલિક તમારી આદતને બદલો.

ફળ અને શાકભાજીને ધોતી વખતે ન કરશો આ ભુલોઃ જાણો યોગ્ય રીત hum dekhenge news

એક્સપર્ટ્સની સલાહ

જ્યારે ફળ કે શાકભાજી ઉગી રહ્યા હોય છે, ત્યારે તે અનેક પ્રકારે દૂષિત થાય છે. જાનવરો, માટી કે પાણીમાં હાનિકારક પદાર્થો અને શ્રમિકોના કારણે આ બધુ દૂષિત થઇ શકે છે. પાકની લણણી બાદ તે અનેક લોકોના હાથમાં થઇને પસાર થાય છે. આ દરમિયાન પણ ભોજન દૂષિત થાય છે.

હાથ ધુઓ

ફુડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ્સના દિશા-નિર્દેશો અનુસાર તાજા શાકભાજી અને ફળોને ધોયા બાદ કમ સે કમ 20 સેકન્ડ સુધી હાથને ગરમ પાણી અને સાબુથી ધોવા જોઇએ. શાકભાજી અને ફળને ધોવાથી તેમાં લાગેલા દૂષિત તત્વો હાથમાં ચોંટી રહે છે, તેથી તેને સાફ કરવા માટે હાથને સારી રીતે ધોવાની જરૂર હોય છે.

ફળ અને શાકભાજીને ધોતી વખતે ન કરશો આ ભુલોઃ જાણો યોગ્ય રીત hum dekhenge news

ઘસો અને રગડો

તાજા શાકભાજી અને ફળોને સાફ કરવાની સૌથી સારી રીત એ છે કે તેને ધીમે ધીમે નળ નીચે વહેતા પાણીમાં રગડો. તરબૂચ જેવા મોટા અને કડક ફળોને સાફ કરવા માટે તમે સોફ્ટ સ્ક્રબનો ઉપયોગ કરી શકો છો.

તાજા શાકભાજીને અનેક વાર ધુઓ

તાજા દેખાતા શાકભાજીને હંમેશા છોલવા કે કાપતા પહેલા બેથી 3 વખત પાણીથી ધુઓ. આમ કરવાથી તે ખાદ્ય પદાર્થ બેક્ટેરિયા, કીટનાશકો અને ગંદકીથી મુક્ત રહે છે. એ પણ ધ્યાન રાખો કે તે બેક્ટેરિયા ચપ્પા સુધી ન પહોંચે. ફળ કે શાકભાજીના કાપેલા કે સડેલા ભાગને પહેલા જ દુર કરી દો.

આ પણ વાંચોઃ શું છે Egg Freezing? શા માટે આ ફર્ટિલિટી સોલ્યુશન થઇ રહ્યુ છે લોકપ્રિય?

Back to top button