‘અવાજ ન આવવો જોઈએ…’ વિદ્યાર્થિની મંદિરમાં પૂરાઈ ગઈ, જીભ કાપી અને…
છત્તીસગઢ, 4 જાન્યુઆરી, 2025: ભક્તિના નામ પર ઘણી વખત લોકો એવા કામો કરે છે જે જાણીને નવાઈ લાગે છે. આવો જ એક કિસ્સો છત્તીસગઢના સક્તિ જિલ્લામાંથી પણ બહાર આવ્યો છે. અહીં 11મા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીએ પોતાની જીભ કાપીને ભગવાન શિવને અર્પણ કરી દીધી હતી. આ ઘટના બાદ મંદિર પરિસરમાં લોહીલુહાણ જોવા મળ્યું હતું.
SDOP સુમિત ગુપ્તાએ કહ્યું કે, માહિતી મળ્યા બાદ ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બધાએ છોકરીના માતા-પિતા અને ગામના લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેઓ રાજી ન થયા. તેમણે કહ્યું કે, બાળકી એકદમ સ્વસ્થ છે. તેને કંઈ થયું નથી.
11वीं की छात्रा ने जीभ काटकर भगवान शिव को चढ़ाई, मंदिर में कर रही साधना… पुलिस को अंदर नहीं जाने दे रहे लोग https://t.co/ufcVLO4YjX pic.twitter.com/G8tcKtxT0s
— arvind dubey (@arvindind) December 31, 2024
વિદ્યાર્થિનીએ પોતાને મંદિરમાં બંધ કરી લીધી
વિદ્યાર્થિની અહીંથી ન અટકી, જીભ કાપ્યા બાદ 16 વર્ષની આરુષિ ચૌહાણે પોતાને મંદિરમાં બંધ કરી દીધી અને ‘સાધના’ કરવા બેસી ગઈ. આ કરતા પહેલા વિદ્યાર્થીનીએ એક પત્ર લખીને બહાર ફેંક્યો હતો જેમાં તેણીએ લખ્યું કે હું સાધના પર બેઠી છું, મને ડિસ્ટર્બ ન થવું જોઈએ. જો હું ઊભી થઈશ તો હત્યા થઈ જશે.
આ અંગે આરુષિના પરિવારજનોએ કહ્યું કે, વિદ્યાર્થિની બે દિવસ સુધી ધ્યાનમાં મગ્ન રહેશે. ઘટનાની માહિતી મળતાં સ્થળ પર પહોંચેલી પોલીસને પરિવારના સભ્યો અને ગ્રામજનોએ મંદિરમાં પ્રવેશતા અટકાવ્યા હતા. આ આખો મામલો જિલ્લાના ડભરા પોલીસ સ્ટેશન વિસ્તારના દેવરઘટા ગામની અચરીપાલીનો છે.
મળતી માહિતી મુજબ, ગત સોમવારે સવારે સાત વાગ્યે વિદ્યાર્થીની ગામના તળાવ પાસે આવેલા શિવ મંદિરે પહોંચી હતી. વિદ્યાર્થીનીએ છત્તીસગઢીમાં એક ચિઠ્ઠી પણ લખી અને કહ્યું કે, “કોઈ પણ અવાજ ન થવો જોઈએ. ન તો કાર કે ન માણસ. જો હું જાગીશ તો બધાની હત્યા થશે, પછી તે મારા પિતા હોય, માતા હોય કે કોઈ અધિકારી, સમજમાં નથી આવતું તમને બધાને.”
લોકોએ પોલીસને મંદિરમાં પ્રવેશતા અટકાવી
ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો સ્થાનિક લોકોએ તેમને મંદિરની અંદર જતા અટકાવ્યા. તેઓ મંદિરને ઘેરીને ઊભા હતા. પોલીસે વિદ્યાર્થીના માતા-પિતાને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ તેમની પુત્રીને હોસ્પિટલ લઈ જવા માટે રાજી ન થયા. તેમણે આમ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. આવી સ્થિતિમાં 108 એમ્બ્યુલન્સ સાથે તબીબોની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ અંગે SDOP સુમિત ગુપ્તાએ કહ્યું કે, માહિતી મળ્યા બાદ ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
સુમિત ગુપ્તાએ વધુમાં કહ્યું કે, દરેકે વિદ્યાર્થિનીનાં માતા-પિતા અને ગામના લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેઓ રાજી ન થયા. બાળકી એકદમ સ્વસ્થ છે. તેને કંઈ થયું નથી. તેને હોસ્પિટલ લઈ જવાની જરૂર નથી. વિદ્યાર્થીનીની મોટી માતાએ કહ્યું કે, તે શિવ ભક્ત છે. તે દર સોમવારે પૂજા કરે છે. તેણીએ એક માનતા માની હતી અને જે તે પૂરી કરી રહી છે.
આ પણ જૂઓ: માતાના પ્રેમીએ સગીરાને દારૂ પીવડાવી બેલ્ટથી ફટકારીને પછી કર્યું આવું