આજે શેરબજારમાં ભૂલથી પણ ન કરતા તેજી, નિફ્ટી નીચામાં ખુલવાની શક્યતા


મુંબઇ, 4 ફેબ્રુઆરી: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો પર 25 ટકા ટેરિફના પ્રારંભની ઘોષણ કરતા વોલ સ્ટ્રીટ પર મુખ્ય નિર્દેશાંકો સોમવારે ભારે ઘટાડા સાથે બંધ આવ્યા હતા. જ્યારે એસએન્ડપી 500માં 18 ડિસેમ્બરથી અત્યાર સુધીમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. ત્યારે ભારતીય શેરબજારમાં બેન્ચમાર્ક નિર્દેશાંકો સેન્સેક્સ અને નિફ્ટી 50 પણ ઘટાડા સાથે ખુલવાની શક્યતા છે. એટલુ જ નહી ગિફ્ટ નિફ્ટી પણ સવારે 22,105.50 પર ટ્રેડ કરી રહી હતી. આમ આજે શેરબજારમાં ભૂલથી પણ તેજી નહી કરવા સામે નિષ્ણાતો કહે છે તેમજ આ સંજોગોમાં તેજીની પોઝીશન સામે એલર્ટ જાહેર કરે છે.
ગઇકાલે ભારતીય શેરબજારમા, ભારે અસ્થિરતા બાદ વધુ સારા જીડીપી ડેટા, વધી રહેલી જીએસટી વસૂલાતને પગલે થોડા નીચે બંધ આવ્યા હતા, જો કે વૈશ્વિક વેપાર અને યુક્રેન શાંતિ વાટાઘાટો હજુ પણ બજાર પર ઝળૂંબી રહી છે. સેન્સેક્સ 112.16 કે 0.15 ટકા ઘટીને 73,085.94 અને નિફટી 5.40 પોઇન્ટ કે 0.02 ટકા ઘટીને 22,119 પર બંધ આવી હતી.
ગિફ્ટ નિફ્ટી 22,105.50ના સ્તરે ચાલીરહ્યો છે, જે નબળી શરૂઆત દર્શાવે છે.
અમેરિકન શેરબજારોમાં જોઇએ તો ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ 649.67 પોઇન્ટ અથવા 1.,48 ટકા ઘટીને 43,191.24, એસએન્ડપી 500 104.78 પોઇન્ટ ઘટીને 5,849.72 અને નાસડેક કંપોઝીટ 487ય09 પોઇન્ટ કે 2.64 ટકા ઘટીને 18,350.19 પર બંધ આવ્યો હતો.
ઉપરાંત 10 વર્ષની ટ્રઝરી પરની યીલ્ડ 0.55 ટકા નીચે 4.14 અને 2 વર્ષની ટ્રેઝરી યીલ્ડ 1 ટકા ઘટીને 3.91 રહી હતી.
ગઇકાલે વિદેશી સંસ્થાકિય રોકાણકારો (એફઆઇઆઇ)એ રૂ. 4,788.29 કરોડની વેચવાલી કરી હતી, જ્યારે ઘરેલુ સંસ્થાકિય રોકાણકારો (ડીઆઇઆઇ) 8,790.70 કરોડની લેવાલી સાથે ચોખ્ખા લેવાલ રહ્યા હતા.
આ પણ વાંચોઃ ટ્રમ્પ સાથે જીભાજોડી કરવાનું યુક્રેનને ભારે પડ્યું,અમેરિકાએ જંગમાં આપવામાં આવતી મદદ રોકી દીધી