વાસ્તુના આ નિયમોને ન કરશો ઇગ્નોરઃ આર્થિક સ્થિતિને કરી શકે છે અસર
- વાસ્તુના નિયમોનું ધ્યાન રાખવુ ખૂબ જ જરૂરી છે
- વાસ્તુના નિયમોનું પાલન ન કરવામાં આવે તો આર્થિક તંગી આવે છે
- ઘરનું ખોટુ વાસ્તુ પારિવારિક પરેશાનીઓ પણ વધારી શકે છે
સારો અને ખરાબ સમય જીવનનો એક ભાગ છે, પરંતુ કેટલાક સંકટ એવા હોય છે જેના નુકશાનની ભરપાઇ લાંબા સમય સુધી થઇ શકતી નથી. દેવામાં ડુબવુ એક એવું જ આર્થિક સંકટ છે. વાસ્તુ અનુસાર ઘરનું ખોટુ વાસ્તુ પારિવારિક સભ્યોના જીવનમાં અનેક પ્રકારની પરેશાનીઓ વધારી દે છે.
પારિવારિક ઝઘડા, કોઇ ને કોઇ સમસ્યામાં રહેવુ કે દેવાનો બોજ વધતો જવો, તે વાસ્તુ દોષના કારણે થાય છે. વાસ્તુની ક્યારેક ક્યારેક એક સાધારણ ભુલ પણ તમારા મોટા નુકશાનનું કારણ બની જાય છે. તેથી વાસ્તુના આ નાના નાના નિયમોનું ધ્યાન રાખવુ જોઇએ.
ઘરનો મેઇન ગેટ
વાસ્તુ શાસ્ત્રના નિયમ અનુસાર ક્યારેય પણ બહાપ રે ઘરના પ્રવેશદ્વાર પર કચરાપેટી ન રાખવી જોઇએ. આમ કરવાથી માં લક્ષ્મી નારાજ થાય છે. તેથી ઘરના મુખ્ય દ્વારને હંમેશા સાફ સુથરો રાખવો જોઇએ. રોજ સવાર સાંજ ત્યાં દીવો કરવો જોઇએ. કચરાપેટી હંમેશા દક્ષિણ-પશ્વિમ કે ઉત્તર-પશ્વિમ દિશામાં રાખવી જોઇએ.
આમ ન કરો ભોજન
ઘણા લોકોને આદત હોય છે કે હાથ-પગ ધોયા વગર અથવા તો પથારીમાં પડ્યા પડ્યા જમે છે. વાસ્તુ શાસ્ત્રમાં તેની મનાઇ છે. આ ભુલ વ્યક્તિની આર્થિક સ્થિતિ ખરાબ કરી શકે છે. તેથી હંમેશા ધ્યાન રાખો કે પથારીમાં ભોજન ન કરો. ભોજન પહેલા હાથ-પગ અવશ્ય ધુઓ.
કીચનમાં આવી વસ્તુઓ ન રાખો
રાતના સમયે કીચનમાં એંઠા વાસણો ન રાખો, જો તમે કોઇ કારણોસર એંઠા વાસણ ધોઇ શકતા નથી તો પણ તેને કીચનમાં ન રાખો. હંમેશા રાતે સુતા પહેલા કીચનની સાફ-સફાઇ કરો. આમ કરવાથી જીવનમાં આર્થિક સમસ્યાઓ લાગેલી રહે છે.
સાંજે કોઇને આ વસ્તુ ન આપો
વાસ્તુના નિયમ અનુસાર સાંજના સમયે કોઇ વ્યક્તિને દુધ, દહીં કે મીઠુ ન આપો. તે આર્થિક સ્થિતિ માટે ખરાબ કહેવાય છે. સાથે કુંડળીમાં ચંદ્રમાની સ્થિતિ પણ નબળી થાય છે.
ધાર્મિક ગ્રંથો યોગ્ય જગ્યાએ રાખો
જાણકારીના અભાવમાં ઘણા લોકો ઘાર્મિક ગ્રંથ અને પુસ્તરોને ખોટી દિશામાં રાખી દે છે. તે શુભ માનવામાં આવતુ નથી. ધાર્મિક ગ્રંથો અને પુસ્તકોને હંમેશા પશ્વિમ દિશામાં રાખવા જોઇએ. ઘણા લોકો બેડની અંદર, તકિયા કે ગાદલાની નીચે આવા પુસ્તકો રાખે છે. આમ કરવાથી અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
આ પણ વાંચોઃ ‘આદિપુરુષ’ના પહેલા ગીત ‘રામ સિયા રામ’ને યુટ્યુબ પર એક કલાકમાં આટલા મળ્યા વ્યુઝ…