ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પતિ, ભાઈ કે દીકરો જો મોદીના ટેકેદાર હોય તો ભોજન ન આપશો: કેજરીવાલ

Text To Speech
  • કેજરીવાલે મહિલાઓને વિનંતી કરી કે તેઓ પરિવાર સાથે મળીને તેમને સમર્થન આપે
  • 1000 રૂપિયાની યોજના ‘વાસ્તવિક સશક્તિકરણ’ છે : CM કેજરીવાલ

નવી દિલ્હી, 10 માર્ચ: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ શનિવારે ‘મહિલા સન્માન સમારોહ’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં તેઓએ મહિલાઓને સંબોધિત કરતા પરિવારમાં ભાંગફોડના ઈરાદા સાથે જણાવ્યું હતું કે, “ઘણા પુરુષો PM મોદીના નામના જાપ કરે છે, પરંતુ તમારે તેને ઠીક કરવું પડશે. જો તમારા પતિ મોદીનું નામ લે છે, તો તેમને કહો કે તમે તેમને રાત્રિભોજન નહીં આપો.” CM કેજરીવાલ મહિલાઓને કહે છે કે તેઓ તેમના પરિવારના સભ્યોને શપથ લેવડાવે કે તેઓ તેમને અને AAPને સમર્થન આપશે. શહેર સરકારે તેના 2024-25ના બજેટમાં 18 વર્ષથી વધુ ઉંમરની તમામ મહિલાઓને 1,000 રૂપિયાની માસિક રકમ આપવાની યોજના જાહેર કર્યા પછી મહિલાઓ સાથે વાતચીત કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શું કહ્યું?

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મહિલાઓને બીજેપીને ટેકો આપતી અન્ય મહિલાઓને કહેવાનું પણ કહ્યું કે “ફક્ત તમારા ભાઈ કેજરીવાલ જ તમારી પડખે ઊભા રહેશે. તેમને કહો કે મેં તેમની વીજળી મફત કરી છે, તેમની બસ ટિકિટ મફત કરી છે, અને હવે હું મહિલાઓને દર મહિને આ 1,000 રૂપિયા આપું છું. ભાજપે તેમના માટે શું કર્યું છે? તો પછી ભાજપને કેમ મત આપો? આ વખતે કેજરીવાલને મત આપો. અત્યાર સુધી મહિલાઓના સશક્તિકરણના નામે છેતરપિંડી કરવામાં આવી રહી છે.

CM કેજરીવાલને વધુમાં કહ્યું કે, “પક્ષો મહિલાને અમુક પદ આપે છે અને કહે છે કે મહિલાઓને સશક્ત કરવામાં આવી છે. હું એમ નથી કહેતો કે મહિલાઓને પદ ન મળવું જોઈએ, તેમને મોટી પોસ્ટ અને ટિકિટ મળવી જોઈએ, તેમને બધું જ મળવું જોઈએ. પરંતુ આનો લાભ માત્ર બે-ચાર મહિલાઓને જ મળે છે. બાકીની સ્ત્રીઓને શું મળે છે? તેમની સરકાર હેઠળની નવી યોજના ‘મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના’ – વાસ્તવિક સશક્તિકરણ લાવશે. જ્યારે પૈસા હશે ત્યારે સશક્તિકરણ થશે. વાસ્તવિક સશક્તિકરણ હવે ત્યારે થશે જ્યારે દરેક મહિલાને દર મહિને રૂ. 1,000 મળશે.”

આ પણ જુઓ: આસિફ અલી ઝરદારી પાકિસ્તાનના નવા રાષ્ટ્રપતિ ચૂંટાયા, પ્રમુખ તરીકે બીજીવાર લેશે શપથ

Back to top button