ટ્રેન્ડિંગધર્મનવરાત્રિ-2024

દશેરાને લઈને કન્ફ્યુઝ ના થતા, જાણો ક્યારે થશે રાવણ દહન?

Text To Speech
  • દશેરાને લઈને કન્ફ્યુઝ છો? તમારી આ મૂંઝવણને દૂર કરો. આ દિવસે બની રહ્યા છે અનેક શુભ સંયોગ, કરી શકશો કોઈ પણ શુભ કામ

HD ન્યુઝ ડેસ્કઃ દશેરાનો તહેવાર દર વર્ષે આસો મહિનાના શુક્લ પક્ષની દસમી તિથિએ ઉજવવામાં આવે છે, પરંતુ આ વર્ષે દશેરાની તારીખને લઈને લોકોમાં મૂંઝવણ છે. દશેરાના દિવસે લંકાપતિ રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે. જેથી લોકોમાં મૂંઝવણ છે કે દશેરા 12મી ઓક્ટોબરે ઉજવાશે કે 13મી ઓક્ટોબરે. તો આજે મૂંઝવણ દૂર કરો. આ સાથે અમે એ પણ જણાવીશું કે દશેરાના તહેવારના દિવસે કયા કયા શુભ યોગ બની રહ્યા છે અને તેનું શું મહત્ત્વ છે.

દશેરાનો તહેવાર ક્યારે ઉજવાશે?

વૈદિક કેલેન્ડર મુજબ, દશેરાનો તહેવાર 12 ઓક્ટોબરે સવારે 10:58 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 13 ઓક્ટોબરે સવારે 9:08 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં દશેરાનો તહેવાર 12 ઓક્ટોબરે જ ઉજવવામાં આવશે. આ દિવસે જ રાવણના પૂતળાનું દહન કરવામાં આવશે.

દશેરાને લઈને કન્ફ્યુઝ ના થતા, જાણો ક્યારે થશે રાવણ દહન? hum dekhenge news

દશેરા પર કયા શુભ સંયોગો રચાય છે?

પંચાંગ અનુસાર વર્ષ 2024ના દશેરાના દિવસે એટલે કે 12મી ઓક્ટોબરે એક ખૂબ જ શુભ યોગ બનવા જઈ રહ્યો છે. જ્યોતિષના મતે આ દિવસે રવિ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ બનશે. જો તમે આ શુભ યોગોમાં કોઈ કામ કરશો તો તમારા બધા જ કાર્ય સફળ થશે. તમામ પ્રકારના દોષોને દૂર કરવા માટે આ દિવસ સૌથી શુભ સમય છે. આ દિવસે સવારે 6.20 વાગ્યાથી રાત્રીના 9.08 વાગ્યા સુધી સર્વાર્થ સિદ્ધિ યોગ રહેશે. આ યોગમાં કરેલા તમામ કાર્યો સફળ થવાની સંભાવના છે. ત દશેરાના દિવસે શસ્ત્ર પૂજા કરવાનો શુભ સમય બપોરે 2:03 થી 2:49 સુધીનો છે.

આ પણ વાંચોઃ અહીં ઉજવાય છે લંકેશ્વર મહોત્સવ, આ જગ્યાઓ પર નથી થતું રાવણ દહન

દશેરાનું મહત્ત્વ

પૌરાણિક માન્યતાઓ અનુસાર દશેરાના દિવસે ભગવાન શ્રી રામે રાવણને હરાવ્યા હતા. રાવણને અધર્મનું પ્રતિક માનવામાં આવે છે, તેથી આ દિવસે રાવણના પૂતળાનું દહન પણ કરવામાં આવે છે. રાવણના પૂતળાનું દહન કરીને લોકોને અસત્ય પર સત્યની જીતનો સંદેશ આપવામાં આવે છે. આ દિવસે અધર્મ પર ધર્મનો વિજય થયો હતો.

આ પણ વાંચોઃ નવરાત્રી પર ખૂબ જ સુંદર લાગશે તમારું ઘર, આ રીતે કરો સજાવટ

Back to top button