ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

Dont Fight: કપલ્સ વચ્ચે થતા ઝધડાનાં આ રહ્યા સોલ્યુશન્સ

  • તમે એજ વ્યક્તિ સાથે ઝઘડો છો જેને તમે પ્રેમ કરો છો. 
  • જે વ્યક્તિ સાથે તમને અપેક્ષાઓ છે, તેની સાથે ફાઇટ થાય છે. 
  • ઝઘડાનું પહેલુ સોલ્યુશન છે કોમ્યુનિકેશન.

કપલ્સ ઘણીવાર અરસ પરસના ઝધડાને લઇને પરેશાન રહે છે. દરેક વખતે સ્થિતિ સામાન્ય હોતી નથી, પરંતુ મનમાં કોઇ પણ નકારાત્મક વિચાર લાવતા પહેલા એક વાત યાદ રાખી લેજો, તમે દુનિયામાં હસીને વાત તો બધા સાથે કરી શકશો, પરંતુ ઝઘડા બધા સાથે નહીં કરી શકો. તમે લાઇફમાં ઝઘડો એ જ વ્યક્તિ સાથે કરી શકો છો, જેની પર તમે તમારો હક સમજતા હો. જેની પાસેથી તમે વધુ પડતી અપેક્ષાઓ રાખતા હો. જેને તમે સૌથી વધુ પ્રેમ કરતા હો. આજ કારણ છે કે ક્યારેક નાની તો ક્યારેક મોટી વાત પર કપલ્સની વચ્ચે ઝઘડા થાય છે. અહીં એવી કેટલીક વાતો જણાવાઇ છે જે મુદ્દે કપલ્સ સૌથી વધુ ઝઘડે છે.

કપલ્સ વચ્ચે થતા ઝધડાનાં આ રહ્યા સોલ્યુશન્સ hum dekhenge news

આ મુદ્દે થાય છે સૌથી વધુ ઝઘડા

  • આ અજીબ વાત લાગ, પરંતુ મોટાભાગના કપલ્સની વચ્ચે પૈસાને લઇને ફાઇટ થતી હોય છે. મોટાભાગની ફાઇટ મની ક્રાઇસિસ કે મની મેનેજમેન્ટના કારણે થાય છે. જે ફીમેલ અર્નિંગ પર્સન નથી, તેમને જરૂરિયાત પ્રમાણે પૈસા ન મળે અથવા પૈસા ખર્ચવાની ફ્રીડમ ન મળે તો કપલ્સ વચ્ચે ઝઘડા થાય છે.
  • બેડરૂમ લાફઇને લઇને પણ કપલ્સ વચ્ચે ઝધડા થતા હોય છે. દુનિયાના મોટાભાગના કપલ્સ જે મુદ્દાઓ પર ઝઘડે છે તેમાં બેડરૂમની વાતો પણ છે. તેઓ એકબીજાની ઇચ્છાઓ સમજી શકતા નથી અને પોતાની મરજી ચલાવે છે.
  • પેરેન્ટિંગ એક ટફ જોબ છે. આજકાલ મહિલાઓ પણ પ્રોફેશનલી એક્ટિવ છે. આવા સંજોગોમાં તેમની ઉપર કામની જવાબદારી હોય છે. તેથી બાળકોની જવાબદારી સંભાળવી, તેની જરૂરિયાતોનું ધ્યાન રાખવુ, તેના ફ્યુચરનું પ્લાનિંગ કરવુ, બાળકોની રોજની જરૂરિયાતો, ઇમોશન્સ, ડિમાન્ડ્સને એકલા પૂરા કરવું શક્ય નથી હોતુ. બાળકોનો ઉછેર કપલ ફાઇટનો એક મહત્ત્વનો મુદ્દો બની જાય છે.

કપલ્સ વચ્ચે થતા ઝધડાનાં આ રહ્યા સોલ્યુશન્સ hum dekhenge news

શું છે કપલ ફાઇટના સોલ્યુશન્સ

  •  દરેક ઝઘડાનું એક જ સમાધાન છે. કોમ્યુનિકેશન. એકબીજા સાથે વાતચીત કરવાથી દરેક ઝઘડાનો અંત આવી શકે છે.
  • પતિ-પત્નીએ ગુસ્સો કર્યા વગર, કુલ રહીને એકબીજાની વાતો સાંભળવી જોઇએ અને સમજવી જોઇએ.
  • બંને ભેગા મળીને કોઇ પણ સમસ્યાનું સમાધાન કરી શકે છે. તેથી વચ્ચેનો રસ્તો કાઢો. જરૂરી નથી કે એક જ વખતની વાતચીતમાં સમાધાન નીકળે.
  • કોશિશો છતાં પણ તમારી વચ્ચે સહમતિ સધાઇ શકતી નથી તો કપલે કાઉન્સેલરની મદદ લેવી જોઇએ.
  • બેડરૂમ લાઇફ સાથે જોડાયેલા ઇશ્યુ હોય તો તમારે તમારા પાર્ટનરના ઇમોશન્સનું સન્માન કરવુ જોઇએ.

આ પણ વાંચોઃ ChatGPT-4 મોબાઈલ પર બિલકુલ ફ્રી વાપરી શકો છો, જાણો- તેની આખી રીત

Back to top button