ક્યાંય પાછા નહીં પડોઃ બસ અનુસરો આ મેન્ટલ હેલ્થ ટિપ્સ
કોણ જીવનમાં સફળતા મેળવવા ઇચ્છતુ નથી. સફળતા એટલે માત્ર પૈસાદાર બનવુ એજ નહીં. સફળતાનો અર્થ છે કોઇ પણ કામને યોગ્ય રીતે કરીને ઇચ્છિત રિઝલ્ટ મેળવવુ. કેટલાક લોકો મહેનત કર્યા છતાં પણ સફળ થઇ શકતા નથી. સફળ થવા માટે યોગ્ય દિશામાં મહેનત કરવી પડે છે. રસ્તો જ નક્કી કરે છે તમારી મંઝિલ શું હશે. ન્યુરોસાયન્સમાં ત્રણ મેન્ટલ હેલ્થ ટિપ્સ આપવામાં આવી છે, જે તમારા કામને સરળ બનાવી દેશે અને પ્રોગ્રેસમાં મદદ કરશે.
ન્યુરોસાયન્સ શું છે
ન્યુરોસાયન્સ એક વિજ્ઞાન છે, જે જણાવે છે કે તમારુ મગજ અને નર્વસ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે. તેને બહેતર બનાવવા માટે પણ આ વિજ્ઞાનથી મદદ મળે છે.
મલ્ટીટાસ્ક ન કરો
જ્યારે તમે મલ્ટીટાસ્કિંગ એટલે કે એક સાથે ઘણા બધા કામ કરવા જાવ છો ત્યારે તમારી કામ કરવાની ગતિ ધીમી થાય છે અને કોઇ પણ કામ યોગ્ય સમયે પુરૂ થઇ શકતુ નથી. તેથી આપણે મલ્ટીટાસ્કિંગ કરવાના બદલે એક સમયે એક જ કામ પર ફોકસ કરવુ જોઇએ.
ટુ ડુ લિસ્ટ બનાવો
આખા દિવસનું ટુ ડુ લિસ્ટ બનાવીને ટાસ્કનું લિસ્ટિંગ એ રીતે કરો કે સૌથી ઉપર જરૂરી કામ આવે. સાથે તેને રિઝલ્ટ ઓરિએન્ટેડ બનાવો. તમારે કયુ કામ કયા સમય સુધી પુરુ કરવાનું છે તે પણ તેમાં લખો.
શિડ્યુઅલને રિયલિસ્ટિક રાખો
તમારા આખા દિવસના શિડ્યુઅલને રિયલિસ્ટિક રાખો. તેને બહુ ભરવાની જરૂર નથી. નહીંતો તમારુ શિડ્યુઅલ પુરુ નહીં થઇ શકે. તેનાથી તમારી પ્રેરણા પણ ઘટશે. તેમાં બહુ વધારે સરળ કામ પણ ન ભરો.
આ પણ વાંચોઃ હોળી પહેલા ઘરમાંથી દુર કરો આ અશુભ વસ્તુઓઃ નકારાત્મકતા દુર થશે