ટ્રેન્ડિંગધર્મ
ષટતિલા એકાદશી પર ભૂલથી પણ ન કરશો આ કામ, રાખો આટલું ધ્યાન
- આ દિવસ ભગવાન વિષ્ણુની પૂજા માટે સમર્પિત છે. આ શુભ દિવસ પર ભક્તો ઉપવાસ પણ રાખતા હોય છે. આ શુભ દિવસે કેટલાક શ્રદ્ધાળુઓ વિશેષ પૂજા કરવા માટે ભગવાન વિષ્ણુના મંદિર પણ જાય છે
6 ફેબ્રુઆરી અને મગંળવારના રોજ ષટતિલા એકાદશીનું વ્રત કરવામાં આવશે. સનાતન ધર્મમાં એકાદશીનું ખૂબ મહત્ત્વ છે. આ દિવસ ભગવાન વિષ્ણુની પૂજા માટે સમર્પિત છે. આ શુભ દિવસ પર ભક્તો ઉપવાસ પણ રાખતા હોય છે. આ શુભ દિવસે કેટલાક શ્રદ્ધાળુઓ વિશેષ પૂજા કરવા માટે ભગવાન વિષ્ણુના મંદિર પણ જાય છે. એકાદશી એક મહિનામાં બે વખત આવે છે, એક કૃષ્ણ પક્ષમાં અને એક શુક્લ પક્ષમાં. આ મહિના પહેલી એકાદશી 6 ફેબ્રુઆરીના રોજ મનાવાશે. ષટતિલા એકાદશી પર કેટલાક કામ કરવાથી બચવું જોઈએ. જો એકાદશી પર એવા કામ કરશો તો ભગવાન વિષ્ણુ પ્રસન્ન નહિ રહે અને આર્થિક સ્થિતિ પણ પ્રભાવિત થશે.
ષટતિલા એકાદશી પર શું ન કરવું?
- ષટતિલા એકાદશી પર ચોખાનું સેવન ન કરવું, એવી માન્યતા છે કે આ દિવસે ભાતનું સેવન કરવાથી દોષ લાગે છે.
- તુલસીના પાન ભગવાન વિષ્ણું ખૂબ જ પ્રિય છે. તેના વગર ભગવાનને ભોગ લગાવાતો નથી. તેથી ષટતિલા એકાદશીના દિવસે ભૂલથી પણ તુલસીના પાનને સ્પર્શ ન કરવો જોઈએ. તેને તોડવા પણ ન જોઈએ. તુલસીના પાન તોડવાથી મા લક્ષ્મી નારાજ થાય છે.
- ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે અથવા કોઈ શુભ અવસર પર કે પછી કોઈ પૂજા-પાઠ દરમિયાન કાળા રંગના વસ્ત્રો ન પહેરવા જોઈએ. તેથી ષટતિલા એકાદશીના દિવસે કાળા રંગના કપડા પહેરવાથી બચવું જોઈએ. ભગવાન વિષ્ણુની અસીમ કૃપા મેળવવા માટે આ દિવસે પીળા રંગના વસ્ત્રો ધારણ કરવા જોઈએ.
- આ દિવસે ભૂલથી પણ માંસ-મદિરાનું સેવન ન કરવું જોઈએ. આ દિવસે તામસિક ભોજન પણ ન ખાવું જોઈએ, તેનાથી ભગવાન વિષ્ણુ નારાજ થાય છે.
- એવી કોશિશ કરો કે આજના દિવસે કોઈનું દિલ ન દુભવો, કોઈ સાથે વાદ-વિવાદ ન કરો, કોઈનું અપમાન ન કરો. કોઈ વ્યક્તિની મજાક ન કરો. આખો દિવસ ‘ઓમ નમો ભગવતે વાસુ દેવાય’ મંત્રનો જાપ કરતા રહો.
આ પણ વાંચોઃ ષટતિલા એકાદશી ક્યારે આવશે? જાણો આ દિવસે તલનું મહત્ત્વ?