રસ્તા પર પડેલી આ વસ્તુઓને ભુલથી પણ ન અડતાઃ થશે મોટુ નુકશાન
આમ તો આજકાલની જનરેશન જાદુ ટોણા કે કાળા જાદુ પર વિશ્વાસ કરતી નથી. જોકે હંમેશા આ ટુચકા અંધ વિશ્વાસ જ હોય તેવું નથી. ક્યારેક તમારું આવી બધી વસ્તુઓમાં વિશ્વાસ ન કરવું તમારા માટે જોખમી બની શકે છે. એવું માનવામાં આવે છે કે રસ્તામાં પડેલી કેટલીક વસ્તુઓને અડવુ ન જોઇએ, તેને ક્રોસ ન કરવી જોઇએ અને તેને ઉઠાવવી પણ ન જોઇએ. આમ કરવાથી તમારા જીવન પર નકારાત્મક પ્રભાવ પડી શકે છે. આટલી વસ્તુઓ જમીન પર પડી હોય તો ક્યારેય ટચ ન કરતા.
વાળના ગુચ્છા
રસ્તામાં ઘણીવાર વાળના ગુચ્છા પડેલા હોય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર વાળના ગુચ્છા દેખાવા અશુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે વાળના ગુચ્છા પર રાહુનો પ્રકોપ હોય છે. તેથી વાળના ગુચ્છાને ક્યારેય અડવુ ન જોઇએ અને તેને ક્યારેય ઓળંગવા પણ ન જોઇએ. તેનાથી જીવનમાં પરેશાનીઓ આવી શકે છે.
લીંબુ અને મરચાં
જો તમે રસ્તામાં લીંબુ-મરચાં પડેલા જુઓ તો તેની પર પગ મુકવાની ભુલ ક્યારેય ન કરતા, તેને અડ્યા વગર જ ત્યાંથી ચાલ્યા જજો. બની શકે કે કોઇક વ્યક્તિએ કોઇ ટુચકો કરીને લીંબુ-મરચા ત્યાં ફેંક્યા હોય. લોકો લીંબુ મરચા ઘર અને દુકાનની બહાર ખરાબ શક્તિથી બચવા માટે લગાવતા હોય છે.
પુજાની સામગ્રી અને ભોજન
ઘણી વખત ચાર રસ્તા પર પુજાની સામગ્રી અને ભોજન રાખેલુ હોય છે. વ્યક્તિ પોતાના પિતૃઓ માટે આ ભોજન મુકે છે તેવી માન્યતા છે. ચાર રસ્તા પરનું ભોજન પિતૃઓને સમર્પિત હોય છે. તેથી તેનાથી દુર રહેવું જોઇએ. પુજન સામગ્રીને પણ અડવુ ન જોઇએ.
સળગેલા લાકડાં
ક્યારેક સળગેલા લાકડાં કે રાખ હોય તો તેને પણ ન અડવું. તેની પર પગ ન અડાડવો અને તેને ક્રોસ ન કરવુ. તેમાં પણ નકારાત્મક ઉર્જા હોય છે. જે પાર કરનારી વ્યક્તિનું આરોગ્ય પ્રભાવિત કે ખરાબ થઇ શકે છે.
મૃત જાનવરથી દુર રહો
એવું માનવામાં આવે છે કે જો રસ્તામાં ક્યાંક મરેલુ જાનવર દેખાય તો દિશા બદલી દેવી જોઇએ. કોઇ પણ પરિસ્થિતિમાં મૃત જાનવરને ક્રોસ ન કરવુ જોઇએ. તેની ઉપરથી ગાડી ક્યારેય ન ચલાવવી જોઇએ. મૃત જાનવરના શરીરને ટચ કરવાથી કે તેને ક્રોસ કરવાથી નકારાત્મક ઉર્જા તમારા જીવનમાં પ્રવેશે છે.
આ પણ વાંચોઃ જો તમે પણ ગમે ત્યારે ગમે તે ખાઇ લો છો? તો આ રીતે સુધારો તમારી આદત