જો જો કારેલાને આની સાથે ના ખાતા, થઈ શકે છે નુકશાન
ન્યુઝ ડેસ્કઃ આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે આરોગ્યપ્રદ ખોરાક ખાવો ખૂબ જરુરી છે. શરીરને પુરતા પ્રમાણમાં વીટામીન્સ અને મીનરલ્સ મળવા જોઈએ. આ બધા વિટામીન્સ અને મીનરલ્સ આપણને શાકભાજી અને ફળો માંથી મળે છે. શાકભાજીમા કડવા શાકભાજી શરીર માટે અમૃતનુ કામ કરે છે. કારેલામાં વિટામીન A અને C સારા પ્રમાણમાં જોવા મળે છે. આટલા માટે જ કારેલા ખાવા શરીર માટે ખુબ જરુરી છે. પરંતુ કારેલા દરેક વસ્તુ સાથે નથી ખાઈ શકાતા
અહિં અમે તમને જણાવીશું કે કારેલાને કોની સાથે ન ખાવા જોઈએ.
દુધ- કારેલા સાથે દુધને કોઈપણ સંજોગોમા ન લેવુ જોઈએ, તે ઘણા બધા પ્રોબ્લમ્સ ઊભા કરી શકે છે, તમને પેટની સમસ્યા થી લઈને તાવ આવવા સુધીની બિમારીઓ થઈ શકે છે. કારેલા ખાધા પછી દોઢ કલાક પછી દુધ લઈ શકાય છે.
મુળો- આમ તો મુળો શરીર માટે ખુબ લાભદાયી છે પણ જો એને કારેલા સાથે ખાવામાં આવે તો તેની વિપરીત અસર થઈ શકે છે. બંને સાથે ખાવાથી તમને કફ અને એસીડિટી થઈ શકે છે.
દહીં- દુધની જેમ દહિં પણ કારેલા સાથે નથી લઈ શકાતુ, બંને સાથે લેવામા આવે તો સ્કિનની સમસ્યાઓ થઈ શકે છે.
ભીંડો- ભીંડો પણ સ્વાસ્થય માટે ખુબ જરુરી છે, પણ એને કારેલા સાથે ન ખાવો જોઈએ. બંને સાથે ખાવામાં આવે તો અપચો થઈ શકે છે.
કેરી- ઊનાળાની કેરી કોને ના ભાવે, લોકો જમતી વખતે કેરીની મજા માણતા હોય છે. પરંતુ કેરીને કારેલા સાથે ના ખાવી જોઈએ. બંને સાથે ખાવામાં આવે તો ઊલ્ટી અને અપચો થઈ શકે છે.
આ પણ વાંચોઃ દુધ સંપુર્ણ આહાર છે, પરંતુ આ છે તેની Side Effects: આવા થઇ શકે છે નુકશાન