ડિહાઈડ્રેશનથી બચવા ન કરશો આ વસ્તુઓનું સેવન, ICMRએ આપી ચેતવણી
- ICMRએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે ઉનાળામાં હાઈડ્રેટ રહેવા માટે કઈ વસ્તુઓ ટાળવી જોઈએ. ICMRએ કોઈ પણ પ્રકારની ગળી વસ્તુઓને અવોઈડ કરવાની સલાહ આપી છે
જમ્યા બાદ મોં મીઠુ કરવું એ ભારતીય પરંપરાનો એક ભાગ છે. હવે આ ડેઝર્ટ સ્વરૂપે તમે શું લો છો, તે તમારી પર ડિપેન્ડ છે. કેટલાક લોકો મીઠાઈઓ કે ચોકલેટ, મિલ્ક શેક કે ફ્રુટ જ્યુસ લેવાનું પસંદ કરતા હોય છે. સુસ્તી ભગાડવા માટે કેટલાક લોકો મીઠી ચા પીવે છે, તો કેટલાક લોકો કડવી કોફીમાં ખાંડ નાંખીને તેને ગળી બનાવે છે. કેટલાક લોકો શેરડીનો રસ પીવાનું પસંદ કરે છે. લગભગ દરેક વ્યક્તિને મીઠી વસ્તુઓ એક યા બીજા સ્વરૂપે પ્રિય હોય છે. ICMRએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે ઉનાળામાં હાઈડ્રેટ રહેવા માટે કઈ વસ્તુઓ ટાળવી જોઈએ. ICMRએ કોઈ પણ પ્રકારની ગળી વસ્તુઓને અવોઈડ કરવાની સલાહ આપી છે.
શા માટે ICMRએ ફળોનો રસ પીવાની ના કહી?
ભારતમાં હાલમાં પડી રહેલી ગરમીને કારણે લોકો પોતાના શરીરને ઠંડુ રાખવા માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે. આવી સ્થિતિમાં લોકો શેરડીનો રસ, ફ્રુટ જ્યુસ, કોલ્ડ કોફી, રસ્તા પર ઠેર ઠેર મળતી લસ્સી, શિકંજી જેવી અનેક મીઠી વસ્તુઓનું સેવન કરવાનું પસંદ કરે છે. ઉનાળામાં આવા મીઠા પીણાં પીનારાને ચેતવણી આપવામાં આવી છે.
આ કારણથી ઉનાળામાં શેરડીનો રસ ન પીવો જોઈએ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર, આ તમામ પ્રકારના પીણાં હેલ્થ માટે બિલકુલ સારા નથી. શેરડીનો રસ ઉનાળામાં ખૂબ જ પીવાતું પીણું છે, પરંતુ તેમાં ખાંડનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. આથી તેનું ઓછા પ્રમાણમાં સેવન કરવું જોઈએ.
પોતાને ઠંડા રાખવા માટે ફળોનો રસ પીવાનું ટાળવું જોઈએ. ICMRએ કહ્યું કે તેના બદલે છાશ, લીંબુ પાણી, આખા ફળોનો રસ (ખાંડ ઉમેર્યા વગર) અને નારિયેળ પાણી પીવું જોઈએ. ICMR અનુસાર, જો તમે આ કાળઝાળ ગરમીમાં તમારી જાતને ઠંડુ રાખવા માંગતા હોવ તો સંતુલિત અને પૌષ્ટિક આહાર લો. તે તમને અંદરથી ઠંડુ રાખશે. શેરડીના રસમાં ઘણી બધી કુદરતી ખાંડ હોય છે. જેના કારણે આરોગ્યને લગતી અનેક સમસ્યાઓ થઈ શકે છે. આનાથી ઉનાળામાં ઘણી બીમારીઓનો ખતરો વધી શકે છે.
વધુ પડતી ખાંડ ખાવાથી આ રોગોનો ખતરો વધી જાય છે
ડિહાઈડ્રેશન
ખોરાકમાં વધુ પડતી ખાંડ લેવાથી શરીરમાં ડિહાઈડ્રેશન થઈ શકે છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે ખાંડને ચયાપચય કરવા માટે વધુ પાણીની જરૂર પડે છે. પરસેવાના કારણે શરીરમાંથી વધારાનું પાણી નીકળી જાય છે.
બ્લડમાં સુગરની કમી
શેરડીના રસમાં ખાંડનું પ્રમાણ ખૂબ વધારે હોય છે, જે પચવામાં ઘણો સમય લે છે અને તેના કારણે સુગર લેવલ વધે છે. આ કારણે ઇન્સ્યુલિન અને ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે.
અચાનક વજન વધવું
વધુ પડતી મીઠી વસ્તુઓ પીવાથી વજન ઝડપથી વધે છે. જેના કારણે ડાયાબિટીસ અને હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ ઝડપથી વધતું જાય છે.
આ પણ વાંચોઃ ઘરેથી ખાઈને નીકળો આ વસ્તુઓ, ગરમ હવામાં નહીં લાગે લૂ