વિશ્વાસ ન થાય પણ TATA મીઠુંથી લઈને એરલાઈન્સ બાદ હવે i-Phone બનાવશે
લોકોના બ્રાન્ડ ફોનમાં પહેલી પસંદગીનું સ્થાન ધરાવતી આઈફોન ભારતમાં બનવાની શરૂઆત કરી દીધી છે. i-Phone 14ના લોન્ચિંગના બીજા જ દિવસે મળી રહેલ અહેવાલ અનુસાર દેશના ટોચના બિઝનેસ સમૂહ ટાટા ગ્રુપ હવે આઈફોન બજારમાં ઝંપલાવી શકે છે.
ટાટા ગ્રુપના સંચાલનમાં ટાટ સન્સ રતન ટાટાના નેજા હેઠળ હવે આઈફોનના ઉત્પાદક બનવા માટે મીટ માંડી રહ્યું છે. ટાટા ગ્રુપ ભારતમાં ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદન માટે સંયુક્ત સાહસ સ્થાપવા એપલના તાઈવાનના સપ્લાયર સાથે વાતચીત કરી રહ્યું છે. ટાટા ગ્રુપનું પ્લાનિંગ ભારતમાં i-Phone એસેમ્બલ કરવાનું છે. ટાટા જૂથ વિસ્ટ્રોન કોર્પ સાથે વાતચીત કરી રહ્યું હોવાનું એક મીડિયા અહેવાલમાં જાણવા મળ્યું છે. માત્ર ઉત્પાદન એકમ જ નહિ પરંતુ સપ્લાય ચેઈનમાં તાઈવાનની કંપનીની કુશળતાનો ઉપયોગ કરવા માંગે છે.
i-Phone બનાવની તૈયારી
શરૂઆતી તબક્કાની આ વાટાઘાટો સફળ થશે તો ટાટા આઇફોન બનાવનાર પ્રથમ ભારતીય બિઝનેસ ગ્રુપ બનશે. હાલમાં ભારતમાં આઇફોન મોટાભાગે તાઇવાનની ઉત્પાદક કંપની વિસ્ટ્રોન અને ફોક્સકોન ટેકનોલોજી દ્વારા એસેમ્બલ કરવામાં આવે છે. આ કંપનીઓ આઈફોનને ચીન અને ભારતમાં એસેમ્બલ કરે છે.
કોની સામે છો મોટો પડકાર
બ્લૂમબર્ગના અહેવાલ મુજબ ડીલના માળખા અને તમામ વિગતોને હજુ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી. સૂત્રોએ જણાવ્યું કે ટાટા સમૂહ વિસ્ટ્રોનના ભારતીય કારોબારમાં હિસ્સો ખરીદી શકે છે. આ સિવાય બંને કંપનીઓ સાથે મળીને નવો એસેમ્બલી પ્લાન્ટ પણ સ્થાપી શકે છે. આ બંને યોજના અંગે એક સાથે ચર્ચા થઈ રહી છે.
જો કે હજુ એ સ્પષ્ટ નથી થયું કે એપલ આ વાતચીતથી વાકેફ છે કે નહિ. યુએસ ટેક જાયન્ટ એપલ પણ ચીનની બહાર કારોબાર વિસ્તારણ માટે અવકાશ તપાસી રહી છે. આ સાથે Apple ભારતમાં તેની સપ્લાય ચેઇનને પણ વધુ વિસ્તૃત કરવા માંગે છે. Apple જ્યાં પોતે જ ઉત્પાદન એકમ સ્થાપિત કરે છે ત્યાં મોટાભાગે તે જ પ્રદેશમાં સ્થાનિક કંપનીઓ સાથે કામ કરે છે પરંતુ આઇફોન એસેમ્બલ કરવું એ એક જટિલ કાર્ય છે, જેને આ અમેરિકન કંપનીની કડક સમયમર્યાદા અને ગુણવત્તા નિયંત્રણોને પૂર્ણ કરવા પડશે જે ટાટા માટે પણ કપરા ચઢાણ સમાન હશે.