ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં નવા રાજ્યપાલની નિયુક્તિ થાય તો નવાઈ નહીં, જાણો શું છે કારણ

Text To Speech
  • દિલ્હીથી શરૂ કરીને દેશભરના રાજભવનોમાં અટકળો તેજ થઈ
  • ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સોમવારે દિલ્હીમાં હતા
  • દેશના અનેક રાજ્યોમાં રાજ્યપાલો જુલાઈમાં પાંચ વર્ષ પૂર્ણ કરી રહ્યા છે

ગુજરાતમાં નવા રાજ્યપાલની નિયુક્તિ થાય તો નવાઈ નહીં. કારણ કે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત 22 જુલાઈએ પાંચ વર્ષ પૂર્ણ કરશે. તેમજ વડાપ્રધાન અને ગૃહમંત્રીને દિલ્હી જઈને મળ્યા છે. UPમાં આનંદીબહેન પાંચ વર્ષ પૂર્ણ થયા છે. તેથી ગુજરાતમાંથી એકાદને તક મળે તેવી શક્યતા છે. આચાર્ય દેવવ્રત 4 વર્ષ હિમાચલ પ્રદેશમાં રાજ્યપાલ હતા.

આ પણ વાંચો: ગુજરાત: 27 ટકા OBCનું નોટિફિકેશન પ્રસિદ્ધ, ઓક્ટોબરમાં પાલિકા-પંચાયતની ચૂંટણી!

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સોમવારે દિલ્હીમાં હતા

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સોમવારે દિલ્હીમાં હતા. જ્યાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે શુભેચ્છા મુલાકાત યોજી હતી. આગામી 22 જુલાઈએ ગુજરાતના રાજ્યપાલ તરીકે તેઓ પાંચ વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. આથી આગામી સમયમાં અહી ગુજરાતમાં નવા રાજ્યપાલની નિયુક્તિ થાય તો નવાઈ નહી. દેશના અનેક રાજ્યોમાં રાજ્યપાલો જુલાઈમાં પાંચ વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. જેમાં ઉત્તરપ્રદેશના આનંદીબહેન પટેલનો પણ સમાવેશ થાય છે. તેઓ જાન્યુઆરી-2018થી મધ્યપ્રદેશ તે સાથે બાદમાં છત્તીસગઢના પણ રાજ્યપાલ રહી ચૂક્યા છે.

દિલ્હીથી શરૂ કરીને દેશભરના રાજભવનોમાં અટકળો તેજ થઈ

ભારતના રાષ્ટ્રપતિ દ્વારા સંભવતઃ એકાદ મહિનામાં વિવિધ રાજ્યોમાં રાજ્યપાલોની નિયુક્તિ થાય તો ગુજરાતમાંથી ભાજપના એકાદ નેતાને તક મળી શકે એમ છે. મધ્યપ્રદેશ ખાતે ગુજરાતના મંગુભાઈ પટેલ જુલાઈ-2021થી રાજ્યપાલ છે.આચાર્ય દેવવ્રત 4 વર્ષ હિમાચલ પ્રદેશમાં રાજ્યપાલ હતા. જુલાઈ-2019થી ગુજરાતમાં છે. સોમવારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત શુભેચ્છા મુલાકાત હોવાનું રાજભવન તરફથી પ્રસારિત યાદીમાં કહેવાયુ છે. જો કે, આગામી ત્રણ સપ્તાહમાં તેઓ પાંચ વર્ષ પૂર્ણ કરી રહ્યા હોવાથી ગુજરાતના નવા રાજ્યપાલ તરીકે કોની નિયુક્તિ થાય છે તેને લઈને દિલ્હીથી શરૂ કરીને દેશભરના રાજભવનોમાં અટકળો તેજ થઈ રહી છે.

Back to top button