Diwali 2023ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

ડાયાબિટીસ હોય તો પણ દિવાળી પર મીઠાઈ ખાવાથી ન ડરશો, આ રહી મીઠ્ઠી ટિપ્સ

Text To Speech
  • આજના સમયમાં ડાયાબિટીસ સામાન્ય રોગ બની ગયો છે. આ ફેસ્ટિવલ સીઝનમાં લોકોએ પોતાની હેલ્થનું ધ્યાન રાખવું પડે છે અને તેને લઈને થોડા સતર્ક રહેવું પડે છે. ફેસ્ટિવલ સીઝનમાં શુગરના દર્દીઓએ કઈ મીઠાઈ ખાવી જોઈએ, જેનાથી તેમની હેલ્થને બહુ નુકશાન ન થાય

કોઈ પણ તહેવારની ઉજવણી મીઠાઈઓ વગર અધુરી છે. ડાયાબિટીસના દર્દીઓનું શુગર લેવલ વધવાના ડરથી તેઓ તહેવારોમાં પણ ગળ્યું ખાઈ શકતા નથી. આ કારણે તેઓ થોડા નિરાશ થઈ જાય છે. જો તમને શુગરની બીમારી છે અને તમને ગળ્યું ખાવું ગમે છે તો તમે આ મીઠાઈઓનું સેવન કરીને તહેવારનો આનંદ લઈ શકો છો. હા કોઈ પણ વસ્તુનો અતિરેક ન થવો જોઈએ. આ મીઠાઈઓ ખાજો, પરંતુ માપમાં.

દિવાળી પર ડાયાબિટીસના દર્દી ખાઈ શકશે આ મીઠાઈઓ hum dekhenge news

અંજીરની બરફી

અંજીરમાં નેચરલ શુગર હોય છે. તમે તેમાંથી બરફી બનાવી શકો છો. તમે તેને બનાવવા માટે ખાંડના બદલે મધનો ઉપયોગ કરી શકો છો. તેનાથી શુગરના દર્દીઓ પર કોઈ આડ અસર નહીં થાય.

દિવાળી પર ડાયાબિટીસના દર્દી ખાઈ શકશે આ મીઠાઈઓ hum dekhenge news

બેસનના લડ્ડૂ

તમે બેસનના લડ્ડૂ ઘરે બનાવી શકો છો. તેમાં ખાંડના બદલે ગોળનો ઉપયોગ કરી શકો છો. ડાયાબિટીસના દર્દીઓ બેસનના લડ્ડૂ ખાઈ શકે છે.

ગાજરનો હલવો

ઠંડીની સીઝન શરૂ થઈ ગઈ છે. હવે ગાજર પણ આવવા લાગ્યા છે. તમે આ દિવાળી પર સ્વાદિષ્ટ ગાજરનો હલવો બનાવી શકો છો. જો તમને ડાયાબિટીસ હોય તો તેમાં ખાંડના બદલે ગોળ નાંખો.

દિવાળી પર ડાયાબિટીસના દર્દી ખાઈ શકશે આ મીઠાઈઓ hum dekhenge news

મખાનાની ખીર

દિવાળી પર ડાયાબિટીસના દર્દીઓ મખાનાની ખીર પણ બનાવી શકે છે. તેને બનાવવા માટે દૂધ અને ડ્રાયફ્રુટ્સની જરૂર હોય છે. મખાનાની ખીર બનાવવા માટે સૌથી પહેલા દૂધને સારી રીતે ઉકાળો, જ્યાં સુધી તે ઘટ્ટ ન થાય ત્યાં સુધી ઉકાળો. ત્યારબાદ તેમાં મખાનાની પેસ્ટ એડ કરો. થોડો સમય ગેસ પર પાકવા દો અને પછી તેમાં ડ્રાયફ્રુટ્સ મિક્સ કરો.

સફરજનનો હલવો

ડાયાબિટીસના દર્દીઓ માટે તહેવારની સીઝનમાં સફરજનનો હલવો પણ યોગ્ય છે. તે બનાવતી વખતે પણ ખાંડના બદલે ગોળ નાંખો. તે શુગરના દર્દીઓ માટે ફાયદાકારક છે.

આ પણ વાંચોઃ રમા એકાદશીથી દિવાળીના તહેવારોની શરૂઆતઃ જાણો શું છે મહત્ત્વ?

Back to top button