હોળીમાં આ ખાસ વસ્તુઓના દાનથી થશે ફાયદો, જાણો કઈ રાશિએ શું કરવું દાન
હિંદુ પૂજામાં હોલિકા દહનનું આગવું મહત્વ છે. કહેવાય છે કે આ દિવસે કરવામાં આવેલા કેટલાક ખાસ ઉપાય વ્યક્તિને ધનવાન બનાવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને પ્રહલાદની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે 6 માર્ચે હોલિકા દહન અને 8મી માર્ચે ધૂળેટી છે. હિંદૂ ધર્મમાં દાન-ધર્મનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. આ દિવસે દાન કરવાથી માં લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે. સાથે જ શુભ ફળ પ્રાપ્ત થાય છે. આ દિવસે દાન કરવાથી ધન-સમૃદ્ધિ પર મા લક્ષ્મીના આશીર્વાદ મળે છે. તો અહીં જાણો હોળીના દિવસે કઈ કઈ વસ્તુઓનું દાન કરવાથી વ્યક્તિ ધનવાન બને છે.
આ પણ વાંચો : આ વખતે સૌ કોઈનો એક જ સવાલ, ‘ક્યારે છે હોળી ‘? અહીં દૂર કરો તમારું કન્ફ્યુઝન
રાશિ અનુસાર આ વસ્તુઓનું દાન
મેષ રાશિ
મેષ રાશિના જાતકોએ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કપડાં અને પૈસા દાન કરવા જોઈએ. આ દિવસે કોઈ ગરીબ વ્યક્તિને ગોળનું દાન કરવાથી લાભ થઈ શકે છે.
વૃષભ રાશિ
આ રાશિના લોકો હોળીના દિવસે અન્નનું દાન કરી શકે છે. આ દિવસે ચમકતા રંગના વસ્ત્રોનું દાન શુભ અને ફળદાયી માનવામાં આવે છે.
મિથુન રાશિ
આ દિવસે લીલા વસ્ત્રોનું દાન કરવાથી ખાસ લાભ થશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે મગની દાળનું દાન પણ વિશેષ લાભદાયક સાબિત થશે.
કર્ક રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કર્ક રાશિના લોકોએ પોતાની ક્ષમતા અનુસાર ચોખામાં મગ ભેળવી કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવું જોઈએ. તેનાથી ખાસ ફાયદો થશે.
સિંહ રાશિ
હોળીના દિવસે આ રાશિના લોકોએ ઘઉંનું દાન કરવું જોઈએ. સાથે જ આ દિવસે ટોર્ચ, મીણબત્તી જેવી વસ્તુઓનું દાન કરવાથી પણ ખાસ લાભ થશે.
આ પણ વાંચો : હોળીની રાખથી કરો આ ઉપાયોઃ અનેક તકલીફોમાંથી મળશે મુક્તિ
કન્યા રાશિ
આ રાશિના લોકોએ આ દિવસે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવવું જોઈએ. આ સાથે જ કોઈ ઘરની નજીકના મંદિરમાં કપાસનું દાન કરવું શુભ રહેશે.
તુલા રાશિ
હોળીના દિવસે મા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે કોઈપણ મંદિર અથવા જરૂરિયાતમંદને ખાંડ, ધાણા અથવા મિસરીનું દાન કરો. તેનાથી વ્યક્તિને ધન અને અનાજની પ્રાપ્તિ થશે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિવાળા લોકો આ દિવસે દાળ અથવા લાલ રંગના કપડાનું દાન કરી શકે છે. તેનાથી ગ્રહોને શાંતિ મળશે.
ધન રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હોળીના દિવસે ચણાની દાળ અને પીળા કપડાનું દાન કરો. આ સમય દરમિયાન વ્યક્તિ પૈસા પણ દાન કરી શકે છે.