ટ્રેન્ડિંગધર્મ
કરવા ચોથ પર રાશિ અનુસાર કરો દાન, વધશે આત્મવિશ્વાસ, મળશે સફળતા
- કરવા ચોથ પર કઈ રાશિના વ્યક્તિને શું દાન કરવું જોઈએ? જો તમે આ દિવસે તમે રાશિ અનુસાર દાન કરશો તો સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થઈ શકે છે
HD ન્યુઝ ડેસ્કઃ હિંદુ ધર્મમાં દર વર્ષે કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ કરવા ચોથનું વ્રત રાખવામાં આવે છે. આ દિવસે પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રત રાખે છે. જ્યારે અવિવાહિત છોકરીઓ સારો અને યોગ્ય વર મેળવવા માટે આ વ્રત રાખે છે. આ વર્ષે કરવા ચોથનું વ્રત 20 ઓક્ટોબર, 2024, રવિવારના રોજ રાખવામાં આવશે. જો તમે આ દિવસે તમારી રાશિ પ્રમાણે દાન કરો છો તો તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થઈ શકે છે. શાસ્ત્ર મુજબ કરવા ચોથ પર કઈ રાશિના વ્યક્તિને શું દાન કરવું શુભ માનવામાં આવે છે તે જાણો
રાશિ અનુસાર કરવા ચોથનું દાન
- મેષ રાશિના લોકોએ કરવા ચોથ પર ગોળ અને તાંબાનું દાન કરવું શુભ માનવામાં આવે છે. તેનાથી વ્યક્તિત્વ અને સાહસમાં વધારો થાય છે.
- વૃષભ રાશિના જાતકો માટે કરવા ચોથ પર સફેદ વસ્ત્ર અને ચોખાનું દાન કરવું શુભ માનવામાં આવે છે. તેનાથી જીવનમાં આર્થિક સ્થિરતા આવે છે.
- મિથુન રાશિના જાતકોએ કરવા ચોથ પર લીલા વસ્ત્રો અથવા મગનું દાન કરવું શુભ છે. તેનાથી વ્યક્તિને માનસિક શાંતિ મળે છે.
- કર્ક રાશિના લોકો માટે કરવા ચોથ પર ચાંદી અને દૂધનું દાન કરવું શુભ છે. તેનાથી તેમના ઘરમાં સકારાત્મકનો સંચાર થાય છે.
- સિંહ રાશિના જાતકો માટે કરવા ચોથ પર ઘઉંનું દાન કરવું શુભ માનવામાં આવે છે. જેના કારણે આ લોકોને સમાજમાં માન-સન્માન મળે છે.
- કન્યા રાશિના જાતકોએ કરવા ચોથના દિવસે લીલા ફળનું દાન કરવું શુભ રહેશે. તેનાથી તેમના વિવાહિત જીવનની સમસ્યાઓ દૂર થાય છે.
- તુલા રાશિના જાતકો માટે શ્રૃંગારની વસ્તુઓનું દાન કરવું શુભ માનવામાં આવે છે. તેનાથી લગ્ન જીવનમાં પ્રેમ વધે છે.
- વૃશ્ચિક રાશિના લોકો કરવા ચોથ પર લાલ વસ્ત્ર અને તાંબાના વાસણનું દાન કરી શકે છે. તેનાથી તેમની હિંમત અને આત્મવિશ્વાસ વધે છે.
- ધન રાશિના લોકોએ કરવા ચોથ પર પીળા વસ્ત્રોનું દાન કરવું શુભ માનવામાં આવે છે. તેનાથી તેમને તેમના કામમાં સફળતા મળે છે.
- મકર રાશિના જાતકોએ કરિયરમાં સફળતા મેળવવા માટે કરવા ચોથ પર લોખંડ અને તલનું દાન કરવું શુભ માનવામાં આવે છે.
- જીવનમાં સુખ-શાંતિ મેળવવા માટે કુંભ રાશિના જાતકોએ વાદળી વસ્ત્રોનું દાન કરવું જોઈએ.
- કરવા ચોથના દિવસે મીન રાશિના લોકોને પીળા ફૂલ અને ચણાના લોટનું દાન કરવું શુભ માનવામાં આવે છે. તેનાથી દરેક મનોકામનાઓ પૂર્ણ થવા લાગે છે.
આ પણ વાંચોઃ દિવાળીને લઈને મૂંઝવણ ખતમ, જાણો ક્યારે છે ધનતેરસ, એ દિવસે શું ખરીદશો?