ભીષણ ઠંડીના કારણે ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારંભનું સ્થળ બદલાયું, 40 વર્ષ બાદ આવું થશે


વોશિંગટન, 18 જાન્યુઆરી 2025: 20 જાન્યુઆરીના રોજ આખી દુનિયાની નજર અમેરિકાના જગત જમાદાર પર રહેશે. આ દિવસે અમેરિકાના નવા રાષ્ટ્ર પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ શપથ લેવાના છે. હવામાન વિભાગે ઠંડીને લઈને જાહેર કરેલા એલર્ટના કારણે શપથ ગ્રહણ સમારંભનું સ્થળ બદલાયું છે.
અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો શપથગ્રહણ સમારંભ સોમવારે ભીષણ ઠંડીના કારણે ખુલ્લામાં ન થતાં યૂએસ કેપિટલની અંદર થશે. આ 40 વર્ષોમાં પહેલી વાર હશે, જ્યારે અમેરિકન રાષ્ટ્ર પ્રમુખનો શપથ ગ્રહણ સમારંભ અંદર આયોજીત થશે. આ 40 વર્ષમાં પહેલી વાર હશે.
ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જાણકારી આપી
ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કહ્યું કે, દેશમાં આર્કટિક તોફાન ચાલી રહ્યું છે. હું નથી ઈચ્છતો કે લોકો કોઈ પણ રીતે ઘાયલ અને દુ:ખી થાય, એટલા માટે હું પ્રાર્થના અને અન્ય ભાષણો ઉપરાંત ઉદ્ધાટન ભાષણ પણ સંયુક્ત રાજ્ય અમેરિકા કેપિટલ રોટુંડામાં આપવાનો આદેશ આપ્યો છે.
40 વર્ષ બાદ આવું થશે
આ અગાઉ અમેરિકાના પૂર્વ રાષ્ટ્ર પ્રમુખ રોનાલ્ડ રીગને પણ ઠંડીના કારણે શપથ ગ્રહણ સમારંભનું સ્થળ બદલ્યું હતું.1985માં અમેરિકાના પૂર્વ રાષ્ટ્ર પ્રમુખ રોનાલ્ડ રીગન પણ ઠંડીના કારણે રોટુંડામાં ભાષણ આપ્યું હતું. અહીં ઉલ્લેખનિય છે કે આ અગાઉ યૂએસ કેપિટલ બહાર નેશનલ મોલમાં થવાનું હતું. સોમવારે વોશિંગટનમાં ટ્રમ્પના શપથ ગ્રહણ સમયે તાપમાન માઈનસ 7 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાનું પૂર્વાનુમાન છે. આ દરમ્યાન ઠંડી હવાથી લોકો હેરાન થઈ શકે છે.
ટ્રમ્પે કહ્યું કે, સમર્થક કેપિટલ વન એરિનાની અંદર સ્ક્રીન પર સમારંભ જોઈ શકશે. કેપિટલ વન એરિના વોશિંગટન શહેરમાં આવેલ એક બાસ્કટેબોલ અને હોકીનું મેદાન છે. જેમાં 20,000 લોકો બેસી શકે છે.
આ પણ વાંચો: શું હોય છે ખગોળીય ઘટના? એક જ લાઈનમાં જોવા મળશે 6 ગ્રહ, જાણો 2025માં ક્યારે?