ડોનાલ્ડ ટ્ર્મ્પે પીએમ મોદીને આપી ખાસ ભેટ, કહ્યું- મિસ્ટર પ્રધાનમંત્રી તમે ગ્રેટ છો’

અમેરિકા, 14 ફેબ્રુઆરી 2025 : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખાસ ભેટ આપી છે. તેમણે પીએમ મોદીને કોફી ટેબલ બુક ‘અવર જર્ની ટુગેધર’ ભેટ આપી હતી. તેમાં ટ્રમ્પના હસ્તાક્ષર છે અને સંદેશ લખ્યો છે, ‘મિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર, તમે મહાન છો.’ આ 320 પાનાનું પુસ્તક છે જેમાં ‘હાઉડી મોદી’ અને ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમોની હાઇલાઇટ્સ સામેલ છે. આ દરમિયાન બંને નેતાઓ ખુલ્લેઆમ એકબીજાને ટેકો આપતા જોવા મળ્યા હતા. વર્ષ 2019માં હ્યુસ્ટનના ફૂટબોલ સ્ટેડિયમમાં ‘હાઉડી મોદી’ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 50 હજારથી વધુ ભારતીય-અમેરિકનોએ ભાગ લીધો હતો. આ દરમિયાન પીએમ મોદી અને ટ્રમ્પ બંનેએ ભાષણ આપ્યું હતું.
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o
અમદાવાદના વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ફેબ્રુઆરી 2020માં ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારત-અમેરિકાના સંબંધોને નવી તાકાત મળી હતી. રિપોર્ટ અનુસાર, આ પુસ્તક એમેઝોન અને ફ્લિપકાર્ટ ઈન્ડિયાની વેબસાઈટ પર ઉપલબ્ધ છે, જેની કિંમત 6000 રૂપિયા છે. ટ્રમ્પ સ્ટોર પર તેની કિંમત $100 રાખવામાં આવી છે. ‘અવર જર્ની ટુગેધર’ ટ્રમ્પના પ્રમુખપદની યાદગાર પળોને દર્શાવે છે. તેમાં કિમ જોંગ-ઉન, શી જિનપિંગ અને વ્લાદિમીર પુતિન જેવા વૈશ્વિક નેતાઓ સાથેની બેઠકોનો પણ ઉલ્લેખ છે. આ પુસ્તકમાં 2020ની યાદગાર ક્ષણોની તસવીરો છે જ્યારે તેમણે તાજમહેલની મુલાકાત લીધી હતી.
અમેરિકાનો પ્રવાસ પૂરો કરીને ભારત જવા રવાના થયા
ઉલ્લેખનીય છે કે પીએમ મોદી શુક્રવારે તેમનો અમેરિકા પ્રવાસ પૂરો કરીને ભારત આવવા રવાના થયા હતા. મુલાકાત દરમિયાન, તેમણે પ્રમુખ ટ્રમ્પ સાથે વેપાર અને ટેક્નોલોજી, સંરક્ષણ અને સુરક્ષા, ઉર્જા અને લોકો વચ્ચેના સંબંધો સહિતના વિવિધ મુદ્દાઓ પર ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય વાતચીત કરી હતી. મોદી બુધવારે ફ્રાન્સથી અમેરિકા પહોંચ્યા હતા. રિપબ્લિકન નેતાએ ગયા મહિને બીજી મુદત માટે યુએસ પ્રમુખનું પદ સંભાળ્યા પછી પ્રથમ દ્વિપક્ષીય વાટાઘાટોનું આયોજન કર્યું હતું. વાટાઘાટો દરમિયાન, ભારત અને યુએસએ સંરક્ષણ, ઉર્જા અને નિર્ણાયક તકનીક સહિત ઘણા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં તેમના વ્યૂહાત્મક સંબંધોને વિસ્તૃત કરવા માટે એક મોટી છલાંગ લેવાનું નક્કી કર્યું. બંને પક્ષોએ પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય વિકાસ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું.
આ પણ વાંચો : હાઈવે પર ડ્રાઈવ કરતા પહેલા જાણી લો નવા FasTag Rule, નહિતર બે ગણા પૈસા આપવાની તૈયારી રાખજો