ટ્રેન્ડિંગવર્લ્ડવિશેષ

‘ત્રીજા વિશ્વયુદ્ધની નજીક દુનિયા’ કમલા હેરિસ પર ટ્રમ્પના આકરા પ્રહાર

Text To Speech

અમેરિકા- 9 ઓગસ્ટ :  અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા કમલા હેરિસ અને ટિમ વોલ્ઝ પર આકરા પ્રહારો કર્યાં હતા. તેમણે કહ્યું કે, ‘અત્યારે તમે જોશો કે સમગ્ર વિશ્વમાં સ્થિતિ વણસી રહી છે. આપણે ત્રીજા વિશ્વ યુદ્ધની નજીક છીએ અને તેઓ પરિસ્થિતિને સંભાળી શકશે નહીં.’

ટ્રમ્પે કમલા હેરિસની ટીકા કરી
ડોનાલ્ડ ટ્રમ્પે વધુમાં એમ પણ કહ્યું કે, ‘અમેરિકાની હાલની પરિસ્થિતિ અત્યારે ખૂબ જ ખરાબ છે. કમલા હેરિસને પ્રમુખપદના ઉમેદવાર બનવા માટે વોટ સુદ્ધા નથી મળ્યા અને તે ચૂંટણી લડી રહ્યા છે.’ નોંધનીય છે કે, અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટી તરફથી ઉમેદવાર છે. સામે ડેમોક્રેટિક પાર્ટીએ કમલા હેરિસને મેદાનમાં ઉતાર્યા છે.

અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ‘પહેલા મારી સામે જો બાઈડેન હતા. હવે કમલા હેરિસ છે, પરંતુ મને લાગે છે કે અન્ય કોઈ ઉમેદવાર હોત તો સારું. કમલા હેરિસનો રેકોર્ડ ઘણો ખરાબ છે. ટ્રમ્પે કમલા હેરિસ પર કટ્ટરપંથી હોવાનો પણ આરોપ લગાવ્યો છે. ટ્રમ્પે કહ્યું કે કમલા હેરિસ તેમની સાથે ડિબેટ કરવાને લાયક નથી, તેમ છતાં તેઓ તેમની સામેની ડિબેટમાં ભાગ લેશે. વધુમાં ટ્રમ્પે કહ્યું કે બાઈડેન પ્રત્યે કમલા હેરિસનું વલણ અલગ હતું, તેમ છતાં તેમણે હેરિસને ઉપપ્રમુખ બનાવ્યાં. મને લાગે છે કે તેમને તેમના નિર્ણય પર પસ્તાવો થશે. હવે તેમને પ્રમુખની ચૂંટણીની રેસમાંથી પણ દૂર કરી દેવામાં આવ્યા છે.’ ટ્રમ્પે વધુમાં કહ્યું કે, આ લોકોનું કોઈ સન્માન કરતું નથી. ચીન, રશિયા અને ઉત્તર કોરિયામાં લોકોમાં આ જૂથ (ડેમોક્રેટિક પક્ષ) માટે કોઈ સન્માન નથી. તેમણે પોતાના વિશે કહ્યું કે, ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન તેમને ખૂબ પસંદ કરે છે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે, પ્રમુખ તરીકે તેમના ચીન સાથે ઘણા સારા સંબંધો હતા.

16 કરોડ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ

ઉલ્લેખનીય છે કે અમેરિકામાં પાંચમી નવેમ્બર-2024ના રોજ પ્રમુખપદની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીમાં 16 કરોડ કરતા પણ વધુ મતદારો અમેરિકાના 60મા પ્રમુખની પસંદગી કરશે. થોડા દિવસ અગાઉ પ્રમુખ જો બાયડને પ્રમુખપદના ઉમેદવાર તરીકે કમલા હેરિસનું નામ જાહેર કર્યું હતું.

આ પણ વાંચો : વક્ફ કાયદામાં સુધારા માટે JPCની કરી રચનાઃ ઓવૈસી સહિત 31 સાંસદ સામેલ

Back to top button