આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

એલન મસ્ક માટે ડોનાલ્ડ ટ્રમ્પ પનોતી સાબિત થયા

ન્યુયોર્ક, 29 માર્ચ, 2025: અમેરિકન ઉદ્યોગપતિ એલન મસ્ક માટે ડોનાલ્ડ ટ્રમ્પ પનોતી સાબિત થઇ રહ્યા છે. કેમ કે જ્યારથી ટ્રમ્પે રાષ્ટપતિ પદના શપથ લીધા ત્યારથી તેમણે લીધેલા નિર્ણયોને કારણે એલન મસ્કને 94 અબજ ડોલરનો ચૂનો લાગી ચૂક્યો છે. કહેવાય છે કે જ્યારે દોસ્ત ઊંચા હોદ્દા પર પહોંચી જાય તે પછી તેના નજીકના લોકોને ફાયદો થતો હોય છે, પરંતુ એલન મસ્ક સાથે ઊંધુ થયુ છે, ટ્રમ્પના આવવાથી તેમની સંપત્તિ સતત ઘટી રહી છે.

ફક્ત ત્રણ જ મહિનામાં એલન મસ્કની સંપત્તિમાં એટલો ઘટાડો થઇ ગયો છે જેટલી સંપત્તિ ભારતના સૌથી ધનાઢ્ય મુકેશ અંબાણીની કુલ સંપત્તિ છે. દુનિયાના સૌથી ધનાઢ્ય લોકોની સંપત્તિમાં આવેલા ઘટાડાનું કારણ અને આંકડાઓ અમે બતાવી રહ્યા છીએ.

દુનિયાના ટોચના 20 ધનાઢ્ય થઇ રહ્યા છે ગરીબ

આ વર્ષે વિશ્વના ટોચના 20 સૌથી ધનાઢ્ય લોકોમાંથી 13ની સંપત્તિમાં ભારે ઘટાડો થયો છે. ટેસ્લા, સ્પેસએક્સ અને એક્સ જેવી ઘણી મોટી બ્રાન્ડના માલિક એલન મસ્કને આ વર્ષે સૌથી મોટો આંચકો લાગ્યો છે. તેમની કુલ સંપત્તિમાં 95.4 અબજ ડોલરનો ઘટાડો થયો છે. આ રકમ ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની કુલ સંપત્તિ કરતાં વધુ છે. તેમ છતાં, મસ્ક 337 અબજ ડોલર સાથે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે.

કોની મિલકતમાં કેટલો ઘટાડો થયો?

એલોન મસ્ક – 337 અબજ ડોલર (95.4 અબજ ડોલરનો ઘટાડો)

જેફ બેઝોસ – 222 અબજ ડોલર (16.5 અબજ ડોલરનો ઘટાડો)

માર્ક ઝુકરબર્ગ – 213 અબજ ડોલર (5.76 અબજ ડોલરનો વધારો)

બર્નાર્ડ આર્નો – 172 અબજ ડોલર ( 4.61 અબજ ડોલરનો ઘટાડો)

લેરી એલિસન – 168 અબજ ડોલર (23.9 અબજ ડોલરનો ઘટાડો)

ભારતીય અબજોપતિઓની આ છે હાલત

ભારતીય અબજોપતિઓની વાત કરીએ તો, મુકેશ અંબાણીની કુલ સંપત્તિ આ વર્ષે 659 મિલિયન ડોલર વધીને 91.3 અબજ ડોલર થઈ ગઈ છે અને તેઓ વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં 17મા સ્થાને પહોંચી ગયા છે. ગૌતમ અદાણી 75 અબજ ડોલરની સંપત્તિ સાથે 21મા સ્થાને છે, જોકે ગુરુવારે તેમની સંપત્તિમાં 2.7 અબજ ડોલરનો વધારો નોંધાયો હતો.

દુનિયાના અમીરો ગરીબ કેમ બની રહ્યા છે?

નાણાકીય નિષ્ણાતો માને છે કે ટેક અને ઓટોમોબાઈલ સેક્ટરમાં મંદી, વ્યાજદરમાં વધારો અને વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતાએ અબજોપતિઓની સંપત્તિને અસર કરી છે. જો કે, બજારમાં સુધારાની અપેક્ષા સાથે, એવી પણ ધારણા છે કે આવનારા સમયમાં સ્થિતિ સુધરી શકે છે.

આ પણ વાંચોઃ ઈલેક્ટ્રોનિક ઉત્પાદન ક્ષેત્રે રૂ.23 હજાર કરોડથી વધુનું રોકાણ, સરકાર લાવી રહી છે આ યોજના

Back to top button