ડોનાલ્ડ ટ્રમ્પ એક્શન મોડમાં આવ્યા, જાહેરાત મુજબ આ દેશો પાસેથી ટેરીફ લેવાનું કર્યું શરૂ


વોશિંગ્ટન, 1 ફેબ્રુઆરી : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ સપ્તાહના અંત સુધીમાં એટલે કે શનિવાર(આજ)થી કેનેડા, ચીન અને મેક્સિકો સહિતના મોટા યુએસ ટ્રેડિંગ પાર્ટનર પર ટેરિફ લાદવા જઈ રહ્યા છે. વ્હાઇટ હાઉસે શુક્રવારે તેની પુષ્ટિ કરી હતી. વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરી કેરોલીન લેવિટે બ્રિફિંગ રૂમમાં પત્રકારોને જણાવ્યું કે ટ્રમ્પ મેક્સિકો અને કેનેડા પર 25 ટકા તેમજ ચીન પર 10 ટકા ટેરિફ લાદશે.
અમેરિકામાં ગેરકાયદે ફેન્ટાનીલના કારણે 10 લાખ લોકોના મોત
આ પગલું એવા દેશો વિરુદ્ધ ઉઠાવવામાં આવી રહ્યું છે જેઓ અમેરિકામાં ગેરકાયદે ફેન્ટાનાઇલના સપ્લાય અને વિતરણને મંજૂરી આપીને ડ્રગની સમસ્યાને પ્રોત્સાહન આપી રહ્યા છે. મેક્સિકો પર 25 ટકા ટેરિફ, કેનેડા પર 25 ટકા ટેરિફ અને આપણા દેશમાં ગેરકાયદે ફેન્ટાનાઇલ મોકલવા માટે ચીન પર 10 ટકા ટેરિફ, જેણે 1 મિલિયન અમેરિકનોના જીવ લીધા છે તેમ પ્રેસ સેક્રેટરી લેવિટે કહ્યું હતું.
વધુમાં લેવિટે માર્ચ 1 થી ટેરિફના અહેવાલોને પણ ફગાવી દીધા હતા, જેમ કે કેટલાક મીડિયા આઉટલેટ્સ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે આ અહેવાલો ખોટા છે અને ટ્રમ્પ 1 ફેબ્રુઆરીથી દેશો પર ટેરિફ લાદવાની યોજના બનાવી રહ્યા છે. તેમણે કહ્યું, આ પ્રમુખ દ્વારા આપવામાં આવેલા વચનો છે અને વચનો પાળવામાં આવ્યા છે.
ચીન પર 60 ટકા ટેરિફ લાદવાનું વચન આપ્યું હતું
ટ્રમ્પ કહે છે કે તેઓ 1 ફેબ્રુઆરીથી કેનેડા અને મેક્સિકોથી આવતા આયાત ઉત્પાદનો પર ટેરિફ લાદવાની તેમની ધમકીનું પાલન કરશે. ચૂંટણી પ્રચાર દરમિયાન ટ્રમ્પે ચીનમાં બનેલા ઉત્પાદનો પર 60 ટકા સુધી ટેરિફ લાદવાની વાત કરી હતી. જો કે, તેમના કાર્યકાળના પ્રથમ દિવસે તેમણે આ અંગે કોઈ ત્વરિત પગલાં લીધા ન હતા, પરંતુ તેમની વહીવટી ટીમને આ બાબતનો ઉંડાણપૂર્વક અભ્યાસ કરવાનો આદેશ આપ્યો હતો.
આ પણ વાંચો :- પુણે T20 મેચમાં ઈંગ્લેન્ડ સામે ભારતની 15 રનથી જીત, ડેબ્યુ બોલર હર્ષિત રાણાએ ઝડપી 3 વિકેટ