ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

આપણે ભારતને 21 મિલિયન ડૉલર શું કામ આપી રહ્યા છીએ? તેમની પાસે બહું પૈસા છે: ડોનાલ્ડ ટ્રમ્પે લગાવ્યો ગંભીર આરોપ

વોશિંગટન, 20 ફેબ્રુઆરી 2025: ભારતમાં મતદાનની ટકાવારી વધારવા માટે USAID તરફથી 21 મિલિયન ડૉલર લગભગ 182 કરોડ રુપિયા ખર્ચ થયા હતા. આ મામલા પર ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વાર સવાલ ઉઠાવ્યા છે અને ભારતીય ચૂંટણીમાં સંભવિત હસ્તક્ષેપના સંકેત આપ્યા છે. ટ્રમ્પે કહ્યું કે, ભારતમાં મતદાનની ટકાવારી વધારવા માટે અમેરિકાને 10 મિલિયન ડૉલર ખર્ચ કરવાની શું જરુર હતી?તેમણે અનુમાન લગાવ્યું છે કે પાછલી બાઈડેન સરકાર તરફથી અન્ય કોઈને જીતાડવાની કોશિશ થઈ રહી હતી. ટ્રમ્પે કહ્યું કે અમેરિકી સરકાર આ મુદ્દા પર ભારત સરકાર સાથે વાત કરશે.

તેઓ કોઈ બીજાને જીતાડવાની કોશિશ કરી રહ્યા હતા

ટ્રમ્પે FII પ્રાયોરિટી સમિટમાં કહ્યું કે,- અમે ભારતમાં મતદાતા ટર્નઆઉટ પર 21 મિલિયન ડૉલર ખર્ચ કરવાની શું જરુર છે? મને લાગે છે કે તેઓ કોઈ બીજાને જીતાડવાની કોશિશ કરી રહ્યા હતા. આપણે ભારત સરકારને કહેવું પડશે. આ એક પ્રકારનો નવો ખુલાસો છે. આપણે ભારત સરકારને બતાવવું પડશે કેમ કે જ્યારે અમે સાંભળ્યું છે કે, રશિયાએ આપણા દેશમાં 2 કરોડ ડૉલર ખર્ચ કર્યો છે, તો તે આપણા માટે બહુ મોટો મુદ્દો બની જાય છે.

DOGE નું કામ શું છે?

ડોનાલ્ડ ટ્રમ્પે સરકારી ખર્ચ ઘટાડવા માટે ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE) નામનો એક નવો વિભાગ બનાવ્યો છે અને ટેસ્લાના માલિક એલોન મસ્કને તેના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ વિભાગ યુએસ સરકારના ખર્ચમાં ઘટાડો કરી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે એલોન મસ્કના નેતૃત્વ હેઠળના સરકારી કાર્યક્ષમતા વિભાગે ખુલાસો કર્યો હતો કે USAID હેઠળ ‘ભારતમાં મતદાતા મતદાન’ ના નામે 21 મિલિયન ડૉલર ફાળવવામાં આવ્યા હતા.

ટ્રમ્પે અગાઉ પણ આ પ્રશ્ન ઉઠાવ્યો હતો

ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ પણ 21 મિલિયન ડૉલર ખર્ચવા અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે આ મુદ્દા દ્વારા ભારતના ટેરિફને પણ નિશાન બનાવ્યું. ટ્રમ્પે કહ્યું હતું કે, ‘આપણે ભારતને ૨૧ મિલિયન ડૉલર કેમ આપી રહ્યા છીએ?’ તેની પાસે ઘણા પૈસા છે. તે વિશ્વમાં સૌથી વધુ ટેરિફ ધરાવતા દેશોમાંનો એક છે. આપણે ત્યાં ભાગ્યે જ પ્રવેશી શકીએ છીએ કારણ કે તેમના ટેરિફ ખૂબ ઊંચા છે.

આ પણ વાંચો: FD ધારકો માટે ખરાબ સમાચાર, શું સાચે ઓછું વ્યાજ મળશે ? હવે શું કરવું યોગ્ય રહેશે?

Back to top button