USA: ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે કોની વરણી કરી? જાણો કોણ છે
Donald Trump News: અમેરિકામાં તાજેતરમાં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પે તેમની ટીમ બનાવવાનું શરૂ કરી દીધું છે. ટ્રમ્પે તેમના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે માઇક વૉલ્ટ્ઝની વરણી કરી છે. આ જવાબદારી સંભાળ્યા બાદ તેમણે વિશ્વના અનેક સંઘર્ષોનો સામનો કરવો પડશે. જેમાં યુક્રેન-રશિયા યુદ્ધ તથા ઈઝરાયેલ-હમાસ યુદ્ધ સામેલ છે. ટ્રમ્પ તેના બીજા કાર્યકાળ સંભાળશે તે બાદ તરત જ આ બંને યુદ્ધનો ઉકેલ લાવવાની કોશિશ કરશે. ચૂંટણી પ્રચાર દરમિયાન તેઓ અનેક વખત આ વાત કહી ચૂક્યા છે.
કોણ છે માઇક વોલ્ટ્ઝ
માઇક વોલ્ટ્ઝ ફ્લોરિડાનું પ્રતિનિધિત્વ કરે છે. વોલ્ટ્ઝે રાષ્ટ્રીય સુરક્ષા અને સંરક્ષણના મજબૂત હિમાયતી તરીકે પોતાની ઓળખ બનાવી છે. 2018 માં પ્રથમ વખત ચૂંટાયા હતા. તેમણે લશ્કરી, આતંકવાદ વિરોધી અને વિદેશમાં U.S. હિતોનું રક્ષણ જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
વોલ્ટ્ઝ નિવૃત્ત સૈનિકોને ટેકો આપવા અને ફ્લોરિડાના અર્થતંત્રને મજબૂત કરવાની નીતિઓને પણ ટેકો આપે છે. તેઓ વિદેશી બાબતો પર મજબૂત પકડ ધરાવે છે, ગૃહની મુખ્ય સમિતિઓમાં સેવા આપે છે અને ચીન, રશિયા અને વૈશ્વિક આતંકવાદ માટે અવાજ ઉઠાવતા રહ્યા છે.
Reuters reports, “President-elect Donald Trump has picked Republican Representative Mike Waltz to be his national security adviser…”
— ANI (@ANI) November 12, 2024
ભારતને શું થશે ફાયદો
માઇક વૉલ્ટ્ઝ રાષ્ટ્રીય સુરક્ષા માટે આક્રમક દ્રષ્ટિકોણ રાખે છે. જે અમેરિકાની સુરક્ષાને મજબૂત કરવાના ટ્રમ્પના વાયદાને પૂરો કરવામાં મદદ કરશે. તેઓ વિદેશ નીતિના એક્સપર્ટ અને અમેરિકા-ભારત ગઠબંધનના મજબૂત સમર્થક છે. તેઓ ભારત સાથેના સંબંધો મજબૂત કરવાની વાત કરી ચુક્યા છે. તેમને ચીનના ટીકાકાર માનવામાં આવે છે.