રશિયા-યુક્રેન યુદ્ધ રોકવાનો ટ્રમ્પે માસ્ટર પ્લાન બતાવ્યો, આપોઆપ જંગ ખતમ થઈ જશે
વોશિંગટન, 25 જાન્યુઆરી 2025: અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પેટ્રોલિયમ નિર્યાતક દેશોના સંગઠન OPECને તેલના ભાવ ઘટાડવા માટે કહ્યું કે, ટ્રમ્પે તર્ક આપ્યો છે કે તેનાથી રશિયા યુક્રેન યુદ્ધ અટકી જશે. આ અગાઉ તેમણે સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમને વીડિયો કોન્ફ્રેન્સ દ્વારા સંબોધન કરતા ઓપેક સંગઠન દેશો પર ગંભીર આરોપ લગાવ્યા. ટ્રમ્પે દાવો કર્યો કે તેલ નિર્યાતક દેશોના સંગઠન યુક્રેનમાં લગભગ ત્રણ વર્ષથી સંઘર્ષ માટે જવાબદાર છે.
ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ઉત્તરી કૈરોલિનમાં પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે અમે ઈચ્છીએ છીએ કે ઓપેક તેલની કિંમતોમાં કાપ મુકે, તેનાથી યુક્રેનમાં થઈ રહેલી ત્રાસદી આપોઆપ રોકાઈ જશે. આ બંને પક્ષ (રશિયા-યુક્રેન) માટે ગંભીર ત્રાસદી છે. હાલમાં અહીં ફક્ત ગોળીઓ ચાલી રહી છે અને લોકો મરી રહ્યા છે. દસ લાખથી વધારે લોકો માર્યા ગયા છે અને તેઓ એક અઠવાડીયામાં હજારો લોકોને ખોઈ રહ્યા છે.
ટ્રમ્પે દાવો કર્યો છે કે અત્યાર સુધી યુદ્ધમાં મોટી સંખ્યામાં રશિયન અને યુક્રેની સૈનિકો માર્યા ગયા છે. આ ગાંડપણ છે. આ એક ગાંડપણ ભર્યું યુદ્ધ છે અને જો તત્કાલિન રાષ્ટ્રપતિ હોત આવું ક્યારેય ન થાત. આ ગાંડપણ છે કે આવું થયું. પણ અમે તેને રોકવા માગીએ છીએ.
ટ્રમ્પે તર્ક આપ્યો. તેને તરત રોકવાની એક રીત એ છે કે ઓપેકે આટલા રુપિયા કમાવાનું બંધ કરી દેવું જોઈએ અને તેલના ભાવમાં કાપ મુકવો જોઈએ. જો તેલના ભાવ વધારે રહેશે તો આ યુદ્ધ આટલી આસાનીથી ખતમ નહીં થાય એટલા માટે ઓપેકને આગળ આવવું જોઈએ અને તેમને તેલની કિંમત ઓછી કરવી જોઈએ. ત્યાર બાદ યુદ્ધ આપોઆપ ખતમ થઈ જશે.
ટ્રમ્પે દાવોસમાં કહ્યું કે, હું ગ્રીન ન્યૂ ડીલને ખતમ કરી દઈશ. હું તેને ગ્રીન ન્યૂ સ્કેમ કહું છું. હું એક તરફી પેરિસ જળવાયુ કરારથી હટી ગયો અને મોંઘા ઈલેક્ટ્રિક વાહનના મૈંડેટને ખતમ કરી દીધા. અમેરિકા પાસે ધરતી પર કોઈ પણ દેશની તુલનામાં સૌથી વધારે માત્રામાં તેલ અને ગેસ છે અને અમે તેનો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ. હું સઉદી અરબ અને ઓપેકને તેલની કિંમતો ઘટાડવા માટે કહી રહ્યો છું. તમારે તેને ઘટાડવા પડશે.
અમેરિકન રાષ્ટ્ર પ્રમુખે પહેલા કહ્યું હતું તે,તેઓ બને તેટલું જલદી રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત કરશે અને યુક્રેન સાથે કરાર કરાવવા માગે છે.
આ પણ વાંચો: જમ્મુ કાશ્મીર: આતંકીઓએ સેનાના કેમ્પને ટાર્ગેટ બનાવ્યો, કઠુઆમાં એલર્ટ, સર્ચ ઓપરેશન ચાલું