ડોનાલ્ડ ટ્રમ્પે એક ઓફર આપી ને અમેરિકામાં 40 હજાર લોકોએ રાજીનામા આપી દીધા
![Text To Speech Text To Speech](https://www.humdekhenge.in/wp-content/themes/jannah/assets/images/play.png)
![ડોનાલ્ડ ટ્રમ્પ-HUM DEKHENGE NEWS](https://www.humdekhenge.in/wp-content/uploads/2022/12/TRUMP.jpg)
વોશિંગટન, 6 ફેબ્રુઆરી 2025: ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ બનતાની સાથે જ દેશની અંદર અને બહાર ઉથલ પાથલ મચેલી છે. ટ્રમ્પે સંઘીય સરકારના કર્મચારીઓની સંખ્યા ઘટાડવાનું કામ શરુ કરી દીધું છે. જે અંતર્ગત તેમના તરફથી કર્મચારીઓને આપવામાં આવેલા બાયઆઉટ ઓફરનો સ્વીકાર કરી લીધો છે.
ટ્રમ્પના બાયઆઉટ ઓફરને સ્વીકાર કરતા લગભગ 40 હજાર કર્મચારીઓએ રાજીનામા આપવાનો નિર્ણય લીધો છે. હકીકતમાં જોઈએ તો, ટ્રમ્પ પ્રશાસન સંઘીય કર્મચારીઓને બાયઆઉટ કરવા એટલે કે ખુદ નોકરી છોડી દેવાનો ઓફર આપી હતી. તેના માટે 6 ફેબ્રુઆરી સુધીનો સમય પણ આપ્યો હતો.
કાર્મિક વિભાગ તરફથી મોકલવામાં આવેલા ઈમેલમાં વર્ક ફ્રોમ હોમ કરમનારા કર્મચારીઓને ઓફિસ પરત ફરવા માટે કહેવાયું હતું. આ કર્મચારીઓને અઠવાડીયામાં 5 દિવસ ઓફિસે આવીને કામ કરવાનું રહેશે.
સંઘીય કર્મચારીઓએ નોકરીમાંથી રાજીનામું આપવાના બદલામાં કર્મચારીઓને આઠ મહિનાનો પગાર અને ચોક્કસ ભથ્થા આપવામાં આવશે. જો કે રાજીનામું આપનારા કર્મચારીઓની સંખ્યા નિર્ધારિત સંખ્યાથી ઓછી છે.
જો કે ટ્રમ્પના આ નિર્ણયનો વિરોધ પણ થઈ રહ્યો છે. અમેરિકન ફેડરેશન ઓફ ગવર્નમેન્ટ એપ્લોઈઝ યૂનિયનના અધ્યક્ષ એવરેટ કેલીએ આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, જે સંઘીય કર્મચારી ટ્રમ્પના એજન્ડામાં ફીટ નથી બેસતા. તેમના નોકરી છોડવા પર પ્રેશર બનાવામાં આવી રહ્યું છે.
અહીં ઉલ્લેખનિય છે સરકારી આંકડા અનુસાર, અમેરિકામાં સંઘીય કર્મચારીઓની સંખ્યા 30 લાખથી પણ વધારે છે. તેને અમેરિકાની 15મી સૌથી મોટી વર્કફોર્સ હોવાનું કહેવાય છે.