અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીની રેસમાં ડોનાલ્ડ ટ્રમ્પ બન્યા મજબૂત, મેળવી જીત !
- ડોનાલ્ડ ટ્રમ્પે આયોવામાં રિપબ્લિકન પાર્ટીની પ્રથમ નોમિનેશન પ્રક્રિયા કોકસમાં મેળવી જીત
- નોમિનેશનમાં જીત બાદ આગામી ચૂંટણીમાં પ્રમુખ જો બાઈડનને ટ્રમ્પ આપશે ટક્કર
અમેરિકા, 16 જાન્યુઆરી : અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે એક પગલું આગળ વધાર્યું છે. એડિસન રિસર્ચ એન્ટ્રન્સના સર્વે અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે આયોવામાં રિપબ્લિકન પાર્ટીના નોમિનેશન કોન્ટેસ્ટ એવા “કોકસ”માં જીત મેળવી છે. ઉલ્લેખનીય છે કે, આયોવાના લોકો 2024ના US પ્રમુખ પદના કેમ્પેઇનની ઔપચારિક શરૂઆત કરવા માટે ચૂંટણી માટે એકઠા થયા હતા. હવે ટ્રમ્પની નોમિનેશનમાં જીત બાદ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આગામી ચૂંટણીમાં ટ્રમ્પ પ્રમુખ જો બાઈડનને ટક્કર આપતા જોવા મળશે.
US: Donald Trump wins Iowa caucuses, moves closer to historical rematch contest with Biden
Read @ANI Story | https://t.co/CqHrFlDv9X#DonaldTrump #US #IowaCaucus pic.twitter.com/3EYw363c9T
— ANI Digital (@ani_digital) January 16, 2024
આ દરમિયાન હવે દરેકની નજર બીજા નંબર પર આવનાર વ્યક્તિ પર છે. ભૂતપૂર્વ પ્રમુખની સ્થિતિને જોતાં, તેમની સાથે કામ કરવા માટે જે લોકોના નામ આગળ આવી રહ્યા છે તેમાં ફ્લોરિડાના ગવર્નર રોન ડીસેન્ટિસ અને સંયુક્ત રાષ્ટ્રના ભૂતપૂર્વ રાજદૂત નિક્કી હેલી હોઈ શકે છે. બંનેનો ઉદ્દેશ્ય ટ્રમ્પના મુખ્ય વિકલ્પ તરીકે ઉભરવાનો છે.
ટ્રમ્પનો કરિશ્મા, શું છે મુદ્દો?
આયોવાની ચૂંટણી, જેને કોકસ તરીકે ઓળખવામાં આવે છે, સોમવારે સ્થાનિક સમય મુજબ સાંજે 7 વાગ્યે આ ચૂંટણી શરૂ થઈ હતી. જેના ઓપિનિયન પોલ્સ દર્શાવે છે કે, ટ્રમ્પને ચાર ગુનાહિત આરોપોનો સામનો કરવો પડ્યો હોવા છતાં ગ્રામીણ મિડવેસ્ટર્ન રાજ્યમાં રિપબ્લિકન મતદારોનો વ્યાપક સમર્થન છે. ઉલ્લેખનીય છે કે, આ મામલામાં 5 નવેમ્બરની ચૂંટણી પહેલા તેમને જેલમાં પણ નાખવામાં આવી શકે છે.
એડિસનના પ્રવેશ સર્વેમાં 10માંથી 4 લોકોએ જણાવ્યું હતું કે, સોમવારે કોને ટેકો આપવો તે નક્કી કરવામાં ઇમિગ્રેશનએ સૌથી મહત્ત્વનો મુદ્દો હતો અને 10માંથી 4 લોકોએ કહ્યું કે, એ અર્થતંત્રનો સૌથી મોટો મુદ્દો છે. જ્યારે અન્ય લોકોએ વિદેશ નીતિ અથવા ગર્ભપાતના મુદ્દા પર મત આપ્યો હતો.
આ પણ જુઓ :રશિયા પ્રમુખ પુતિન સાથે PM મોદીની ટેલિફોનિક વાતચીત, વૈશ્વિક મુદ્દાઓ ઉપર થઈ ચર્ચા