ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

અમેરિકા તરફથી યુક્રેનને મળતી મદદ હવેથી બંધ, જંગની વચ્ચે ડોલાન્ડ ટ્રમ્પે લીધો મોટો નિર્ણય

Text To Speech

વોશિંગટન, 25 જાન્યુઆરી 2025: અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા બાદ એક પછી એક મોટા નિર્ણયો લઈ રહ્યા છે. આ જ ક્રમમાં તેમણે યુક્રેનને આપવામાં આવતી મદદ રોકવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે આ નિર્ણય લઈ યુક્રેનને મોટો ઝટકો આપ્યો છે, કારણ કે આ અગાઉ સુધી બાઈડેન સરકાર રશિયા સાથે ચાલી રહેલા જંગમાં યુક્રેનને મદદ પહોંચાડી, જેમાં અબજો રુપિયાના હથિયાર સામેલ છે.

એટલું જ નહીં અમેરિકા અન્ય દેશોને પણ મદદ આપે છે, તેને પણ ટ્રમ્પે રોકવાનો નિર્ણય લીધો છે. જો કે, તેમાં ઈઝરાયલ, ઈજિપ્તને સામેલ નથી કર્યા. એટલે કે આ દેશોને અમેરિકાની મદદ મળતી રહેશે.

આ પગલું અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ નીતિને અનુરુપ છે. જેમાં વિદેશોમાં મદદને કડકાઈ સાથે પ્રતિબંધિત કર્યું છે. આ આદેશથી ડેવલપમેન્ટથી લઈને મિલિટ્રી મદદ સુધી ઘણા બધા અંશે પ્રભાવિત થવાની આશા છે. જો બાઈડેનના કાર્યકળમાં રશિયાનો સામનો કરી રહેલા યુક્રેનને અબજો ડોલરના હથિયાર મળતા હતા. અમેરિકી મદદના કારણે યુક્રેન આટલા દિવસો સુધી યુદ્ધમાં ટકી રહ્યું.

આ પણ વાંચો: મહાકુંભ ત્રિવેણી સંગમમાં સ્નાન પહેલા કયા દેવતાની પૂજા કરાય છે?

Back to top button