Domino’sના કર્મચારીએ નાકમાં આંગળી નાખીને પીઝા બેઝથી લૂછી, વાયરલ વીડિયો પર કંપનીની ચોંકાવનારી પ્રતિક્રિયા
અમદાવાદ, 15 ફેબ્રુઆરી : હાલમાં ઇન્ટરનેટ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે પિઝા પ્રેમીઓ માટે મોટા આંચકા સમાન છે. વીડિયોમાં Domino’sના કર્મચારીની હરકત જોઈને તમે પણ હેરાન થઈ જશો. વીડિયોમાં એક કર્મચારી પહેલા તેના નાકમાં આંગળી નાખે છે અને પછી તેને પિઝાના લોટ પર લૂછી નાખે છે. આ વીડિયો જોયા બાદ લોકોનો ગુસ્સો ચરમસીમાએ છે. આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. Domino’sની કંપનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેના વતી એક પોસ્ટ પણ કરી છે.
આ ઘટના જાપાનના એક સ્ટોરમાં બની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ વીડિયોમાં, Domino’sનો સ્ટાફ પિઝાની કણક બનાવતી વખતે વારંવાર નાકમાં આંગળી નાખ્યા પછી તેને કણકમાં લૂછતો જોવા મળે છે. નવાઈની વાત એ છે કે જ્યારે તેનો પાર્ટનર આ વીડિયો બનાવી રહ્યો છે ત્યારે તે વ્યક્તિ કેમેરા તરફ હસતાં હસતાં આ કૃત્ય કરી રહ્યો છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વીડિયો ગયા સોમવારે લગભગ 2 વાગ્યે અમાગાસાકી શહેરના એક સ્ટોરમાં શૂટ કરવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે વીડિયોમાં દેખાતો સ્ટાફ પાર્ટ ટાઈમર હતો.
અહીં પોસ્ટ જુઓ
Domino’s Japan has apologized after someone uploaded a video that appears to show one of its employees picking his nose whole kneading pizza dough. The branch in question (in Amagasaki) was swiftly closed and the people involved may face legal action.pic.twitter.com/oeiqmMp6fY
— Jeffrey J. Hall 🇯🇵🇺🇸 (@mrjeffu) February 12, 2024
આ વીડિયોને લઈને યુઝર્સના વધતા ગુસ્સાને જોઈને Domino’sએ તેના બે સ્ટાફને બરતરફ કરી દીધા છે. આ સાથે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા અંગે વિચારણા કરવાનું પણ કહેવામાં આવ્યું છે. આટલું જ નહીં, Domino’sએ તેના સ્ટાફના આ પગલા માટે જાહેરમાં માફી પણ માંગી છે. કંપનીએ ખાતરી આપી છે કે આ પિઝા કણકનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. કારણ કે, આગામી આદેશ સુધી તે જ દિવસે સ્ટોર બંધ રાખવામાં આવ્યો છે.
BAPS માત્ર અબુધાબીમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં હિંદુ મંદિરો કેમ બનાવી રહ્યું છે?
શું સોનિયા ગાંધીએ દીકરી પ્રિયંકા માટે રાયબરેલી બેઠક ખાલી કરી, કે પછી અન્ય કોઈ વ્યૂહરચના?